રાજકોટમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, 7 હજારના બદલામાં યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી જબરો ભરાયો યુવક

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટ શહેરમાં યુવક સાથે હની ટ્રેપનો એક ચોંકાવનારો અને આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીએ મિત્રતા કેળવીને ફરવા ગયા તે સમયના વીડિયો ઉતારી લીધો અને બાદમાં 1.50 લાખ રૂપિયાની માગણી કરી હતી. પૈસા ન આપવા પર કારખાનામાં આવીને હોબાળો કરવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે યુવકે બે મહિલા અને એક યુવત સામે ફરિયાદ નોંધાવી છે.

બાજુના કારખાનામાં કામ કરતી મહિલાએ યુવતી સાથે મિત્રતા કરાવી
વિગતો મુજબ, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વાસુદેવ વાઘરોડિયા પ્લાસ્ટિકની પેઢીમાં જોબ વર્કનું કામ કરે છે. તેની બાજુના કારખાનામાં મીના નામની મહિલા કામ કરતી હતી. જેની સાથે તેની અવારનવાર વાત થતી. કારખાનામાં મજુરની જરૂર હોવાથી વાસુએ મીનાને વાત કરી હતી અને બંને વચ્ચે નંબરની આપલે થઈ હતી. જે બાદ તેઓ ફોનમાં વાતચીત કરતા હતા. એકવખત મીનાએ દવાખાનાના કામે રૂ.7000 માગ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં હિટ એન્ડ રનનો ધ્રૂજાવી નાખે તેવો બનાવ, બાઈકને ટક્કર મારી કાર ચાલકે યુવકને 12 કિમી સુધી ઢસડ્યો

ADVERTISEMENT

ફરવા ગયા ત્યાંના વીડિયો યુવતીએ ઉતારી લીધા
વાસુએ પૈસા આપ્યા અને થોડા દિવસો બાદ પાછા માગતા મીનાએ કહ્યું હતું કે મારી એક બહેનપણી છે હું તેની સાથે તમારું સેટિંગ કરાવી આપીશ. જેથી તે માની ગયો. બાદમાં મીનાએ પોતાની બહેનપણી ધારા સાથે વાસુની મુલાકાત કરાવી. દરમિયાન વાહન ખરાબ થઈ ગયું હોવાનું કહી વાસુ પાસેથી રીપેરિંગ પેટે રૂ.3000 પણ ચૂકાવ્યા હતા. પછી ધારા સાથે વાસુ ફરવા ગયો અને સાંજે પરત આવી ગયા હતા. બીજા દિવસે ધારાએ વાસુને ફોન કરીને દવાખાનાનું કામ હોવાનું કહી 10 હજાર માગ્યા હતા. જોકે વાસુએ પૈસા ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢમાં મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ રિવૉલ્વરથી મોત કર્યું વ્હાલું, મહિલા સાથેની ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

ADVERTISEMENT

વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 1.50 લાખ માગ્યા
જે બાદ ધારાએ ફોન કરીને કહ્યું કે, આપણે ફરવા ગયા હતા ત્યાં સમય વિતાવ્યો તેના વીડિયો છે મારી પાસે. શું કરવું છે, તું મને દોઢ લાખ રૂપિયા આપ નહીંતર હું તારા કારખાને આવીને હોબાળો કરીશ અને વીડિયો વાઈરલ કરી દઈશ. જે બાદ મીનાએ પણ ફોન કરીને સમાધાન કરી દેવા કહ્યું હતું. વાસુએ ધારાને ફોન કરીને 1.50 લાખ ન હોવાનું કહેતા તેણે પહેલા 1 લાખ માગ્યા પછી કહ્યું, 50 હજાર આપી દો હું તમારો વીડિયો ડિલીટ કરી નાખીશ, નહીંતર માથાકૂટ થશે. જે બાદ ધારા ફોનમાંથી તેના મિત્રએ ફોન કરીને વાસુને કહ્યું કે આ વાત પતાવી નાખો નહીંતર મર્ડર પણ થઈ શકે છે. જે બાદ વાસુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT