રાજકોટ ગ્રામ્ય બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણમાં ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર નેતા આગળ જતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ બન્યા છે. રાજકોટ રૂલર બેઠક પર ભાજપ છેલ્લી 5 ટર્મથી સત્તા પર છે. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ બેઠક પર ચૂંટણીનો જંગ જામશે.

આ કારણે બેઠક છે ચર્ચામાં
રાજકોટ રૂલર બેઠક પર કુલ 10 વખત ચૂંટણી યોજાઈ હતી જેમાંથી વર્ષ 1998થી ભાજપ સત્તા પર છે એટલે કે 5 ટર્મથી ભાજપ કોંગ્રેસને હરાવતું આવ્યું છે. આ ચૂંટણીમાં ત્રીજો મોરચો ચૂંટણીના રણમેદાને ઉતરી રહ્યો છે. આ ચૂંટણીમાં મતોનું વિભાજન થશે અને ભાજપ તથા કોંગ્રેસ બંનેને નુકશાન થશે. આમ સત્તા પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવા મેદાને ઉતારશે. કોંગ્રેસ સત્તા પર આવવા માટે મેદાને ઉતારશે જયારે આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવવા  વધુ મહેનત કરશે.  ઇન્દ્રનીલ રાજ્યગુરુના નજીક ગણાતા વશરામ સાગઠીયા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર છે જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે.

ભાજપનો ગઢ
રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. વર્ષ 1990માં ભાજપે આ બેઠક પર ખાતુ ખોલ્યું હતું. જોકે 1995મા કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. 1998માં ફરી ભાજપ આ બેઠક જીત્યું અને ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.1995માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, જો કે તે બાદ 1998,2002, 2007, 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે.

ADVERTISEMENT

મતવિસ્તારની ખાસિયત
રાજકોટ રુરલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 71મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક રાજકોટ છે. આ બેઠકમાં રાજકોટ તાલુકો અને કોટડા સાંગાણી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ વિસ્તારની સૌથી મોટી ખાસિયત એ છે કે લોધિકા જીઆઇડીસી વાવડી ઇન્ડસ્ટ્રીઝ સ વિસ્તારમાં આવેલ છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આ મત ક્ષેત્રમાં આવી જાય છે. જ્યારે આ બેઠકના મતદારો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના એમ બે વિસ્તારના હોવાના કારણે બેઠક પર ખૂબ જ રસાકસી પણ જોવા મળતી હોય છે.

મતદાર
રાજકોટ રૂરલ વિધાનસભા બેઠક પર અ.જા અનામત બેઠક છે. આ બેઠક પર 192763 પુરુષ મતદાર છે. જ્યારે 174186 સ્ત્રી મતદાર છે અને અન્ય 7 ઉમેદવાર છે. આમ આ બેઠક પર 366956 મતદાર છે. આ મતદારો 1 ડિસેમ્બરે પોતાના પ્રતિનિધિ પસંદ કરવા મતદાન કરશે અને 8 ડિસેમ્બરે જનાદેશ જાહેર થશે.

ADVERTISEMENT

2017નું સમીકરણ
રાજકોટ રૂલર બેઠકનો વિધાનસભા ક્રમાંક 71 છે. આ બેઠકને એસ.સી. અનામત રાખવામાં આવી હતી. વર્ષ 2017માં પ્રથમ તબ્બકામાં 9 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 14 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપ તરફથી લાખાભાઇ સાગઠીયા મેદાને ઉતર્યા હતા. જયારે કોંગ્રેસ તરફથી વશરામભાઇ સાગઠીયા મેદાને ઉતર્યા હતા. આ બેઠક પર 64.12% મતદાન થયું હતુ. જેમાં કુલ મતદાનના 50.40% એટલેકે 75122 મત ભાજપના ઉમેદવારને મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવારને 43.98% એટલેકે 65558 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા.

ADVERTISEMENT

આ ઉમેદવાર મેદાને
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ભાનુબેન બાબરીયાની ટિકિટ આપવામાં આવી છે. ભાનુબેન બાબરીયા ભાજપમાંથી બે ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે ફરી તેમને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને ટિકિટ આપવામાં આવી છે. સુરેશ બથવારએ પીજીવીસીએલના પૂર્વ ડેપ્યુટી એન્જિનિયર છે. સુરેશ બથવાર એજ્યુકેશન સાથે સંકળાયેલા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠીયા છે. જે મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે.

ભાજપ- ભાનુબેન બાબરીયા
કોંગ્રેસ- સુરેશ બથવાર
આપ- વશરામ સાગઠીયા
બસપા- રાહુલ ચાવડા
અપક્ષ- ચાવડા ભરત
વ્યવસ્થા પરિવર્તન પાર્ટી- રણજીત મકવાણા
અપક્ષ- બાબુ બાબરિયા
અપક્ષ- સુખદેવ રાઠોડ
અપક્ષ- દેંગડા સંજય
અપક્ષ- પરમાર બાબુ
અપક્ષ- રામજી સોલંકી

રાજકીય ઇતિહાસ
રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે.વર્ષ 1990માં ભાજપે આ બેઠક પર ખાતુ ખોલ્યું હતું. જોકે 1995મા કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. 1998માં ફરી ભાજપ આ બેઠક જીત્યું અને ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012માં થયેલી ચૂંટણીમાં

1995માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, જો કે તે બાદ 1998,2002, 2007, 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. 2012ની ચૂંટણીમાં ભાજપના ભાનુબેન બાબરીયાએ 9 હજાર વોટથી કોંગ્રેસના લાખાભાઈને હરાવ્યા હતા. આ પહેલાં 2007માં ભાજપના ભાનુબેને કોંગ્રેસના કાંતાબેનને 41 હજાર મતથી હરાવ્યા હતા.

આ બેઠક પર 10 વખત ચૂંટણી યોજાઇ છે  જેમાંથી 6 વખત ભાજપના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. જ્યારે ત્રણ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે જ્યારે એક  વખત કોંગ્રેસ આઈના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે.

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1975- કોંગ્રેસના ઉમેદવાર ભનુભાઇ વાઘેલા વિજેતા થયા.
1980- કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર ભનુભાઇ વાઘેલા વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત વાઘેલા વિજેતા થયા.
1990- ભાજપના ઉમેદવાર માધુભાઈ બાબરીયા વિજેતા થયા.
1995- કોંગ્રેસના ઉમેદવાર સાન્તાબેન ચાવડા વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર માધુભાઈ બાબરીયા વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર સિદ્ધાર્થ પરમાર વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા વિજેતા થયા.
2012- ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા વિજેતા થયા.
2017- ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયા વિજેતા થયા.

    follow whatsapp

    ADVERTISEMENT