પાણી પહેલા પાળ, રાજકોટ પોલીસ કમિશ્નરે માસ્ક કર્યું ફરજિયાત, જાણો કોના માટે નિયમ પડશે લાગુ ?
અમદાવાદ: કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષ વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું…
ADVERTISEMENT
અમદાવાદ: કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષ વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. ચીનમાં જ્યારે કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટનો સબ વેરિએન્ટ BF.7ના કારણે ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. આ દરમિયાન રાજકોટ પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય કર્યો છે. તમામ સ્ટાફને માસ્ક ફરજિયાત કર્યું છે.
વિશ્વભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોનાના સંક્રમણને લઈને નક્કર પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કોરોનાનો પગપેસારો થાય તે પહેલા રાજકોટ પોલીસ કમિશ્નર ઓફિસમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોનાની એન્ટ્રી થતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મહત્વનો આદેશ આપ્યો છે. હવે કમિશનર ઓફિસમાં તમામ સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત બન્યું છે.
રાજકોટમાં વિદેશથી આવેલ યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ શહેરમાં વિદેશથી આવેલ યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી રાજકોટ પહોંચનાર વિદેશી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવતા રાજકોટ શહેરના વોર્ડ નંબર સાતમાં આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ છે અને આઈસોલેશન સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
વિથ ઈનપુટ: નિલેશ શીસાંગિયા, રાજકોટ
ADVERTISEMENT