રાજકોટમાં લગ્નમાં આવેલા યુવકનું ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેકથી મોત, આજે જ ભાણેજનું રિસેપ્શન હતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: આજના સમયમાં યુવાનોની લાઈફ-સ્ટાઈલમાં આવેલા ફેરફારોને કારણે નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ સુરત તથા રાજકોટમાં ક્રિકેટ રમતા યુવાનો મેદાનમાં જ હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હતા. ત્યારે ફરી રાજકોટમાં આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલા યુવકને ક્રિકેટ રમીને પરત જતા સમયે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.

ક્રિકેટ રમીને યુવક ઘરે જતો હતો અને હાર્ટ એટેક આવ્યો
ઘટનાની વિગતો મુજબ, મૂળ ડીસાના ભરત બારૈયા નામના 40 વર્ષના યુવક રાજકોટમાં બહેનના દીકરાના લગ્ન હોવાથી ત્યાં આવ્યા હતા. આજે સવારે શાસ્ત્રી મેદાન ખાતે યુવક ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમીને પરત જતા રસ્તામાં જ ચાલતા ચાલતા તેને હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો હતો. જેથી સાથી મિત્રોએ 108ને ફોન કરતા તાત્કાલિક ટીમ ત્યાં પહોંચી હતી. જોકે 108ની ટીમે ભરતને મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં ગેરકાયદેસર ‘વ્હાઈટ હાઉસ’ પર ‘દાદા’નું બુલડોઝર ફરી વળ્યું, પળવારમાં ધરાશાયી થયો વૈભવી બંગલો

ADVERTISEMENT

આજે જ ભાણેજનું રિસેપ્શન હતું
ખાસ વાત છે કે ભરત બારૈયાના ભાણેજનું આજે જ રિસેપ્શન હતું. ત્યારે પરિવારમાં લગ્ન પ્રસંગે જ યુવકના મોતથી ભારે શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બનાવની જાણ થયા જ યુવકના પત્ની, સાસુ સહિતના લોકો હોસ્પિટલ દોડી ગયા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું. જુવાનજોધ જમાઈના મોતનો આઘાત ન સહન કરી શકનારા સાસુંએ જમાઈને CRP આપી જીવતા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જ્યારે પત્નીએ પણ કલ્પાંત કર્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT