કોવિડના ભય વચ્ચે રાજકોટ સરકારી હોસ્પિટલ સજ્જ, તાત્કાલિક 100 બેડની કરાઈ વ્યવસ્થા
રાજકોટઃ કોરોના મહામારીને લઈને રાજકોટની હોસ્પિટલો તૈયાર થઈ ચૂકી છે. અત્યારે તંત્રને એલર્ટ મોડ પર મુકી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાનાં પગપેસારા…
ADVERTISEMENT
રાજકોટઃ કોરોના મહામારીને લઈને રાજકોટની હોસ્પિટલો તૈયાર થઈ ચૂકી છે. અત્યારે તંત્રને એલર્ટ મોડ પર મુકી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાનાં પગપેસારા વચ્ચે તંત્ર સુપર એક્ટિવ મોડમાં આવી ગયું છે. એકબાજુ બેડની વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, ત્યારે બીજી બાજુ સંક્રમણ ઓછું ફેલાય અને સંક્રમિતોને યોગ્ય સારવાર મળે એ માટેના પગલાં પણ ભરવામાં આવ્યા છે.
હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ..
રાજકોટ સરકારી હોસ્પિટલના સર્જન આર.એસ.ત્રિવેદીએ કહ્યું કે રાજકોટમાં કોવિડ હોસ્પિટલ પણ શરૂ કરી દેવામાં આવી છે. અહીં 100 બેડ સ્થાપિત કરાયા છે. જેમાંથી 64 બેડ ICU અને અન્ય બેડ ઓક્સિજનના છે. નોંધનીય છે કે હોસ્પિટલ તૈયાર છે અને સંક્રમણ ઓછું ફેલાય એના માટે પણ તૈયારીઓ ચાલું કરી દેવામાં આવી છે.
ઓક્સિજનની ઉપલ્બ્ધતા ચકાસી..
આર.એસ.ત્રિવેદીએ કહ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજનથી લઈ તમામ જથ્થાનું ચેકિંગ થઈ ગયું છે. તથા દવાઓ અને અન્ય જરૂરી આવશ્યકતાઓની પણ ચકાસણી કરી દેવામાં આવી છે. ત્યારે હવે નોડલ ઓફિસરો સાથે બેઠક પણ અમે કરવાના છીએ. આની સાથે જ જે પણ પોઝિટિવ કેસ આવશે એને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવા પહેલ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
With Input: નિલેશ શિશાંગિયા
ADVERTISEMENT