રાજકોટમાં ફ્લાઈટ બની લોકલ સિટી બસ, જાણો યાત્રીઓને સ્ટાફે કેમ અંદર પૂરી રાખ્યા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન ઘણી વાર મુસાફરોને શ્વાસ રૂંધાય છે અથવા અન્ય ટેકનિકલ ખામીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં હવે રાજકોટથી મુંબઈ રવાના થઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એસી બંધ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. એટલું જ નહીં મુસાફરોએ ટેકનિકલ ખામી દૂર થવાની રાહ પણ જોઈ પરંતુ યોગ્ય નિવેડો ન આવતા લોકલ સિટી બસ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નોંધનીય છે કે આ ફ્લાઈટમાં લોકોને ગણતરીના સમયમાં ગૂંગળામણ થઈ જવા પામી હતી, જેના પગલે ટેકનિકલ ટીમ સહિત વ્યવસ્થાઓ પર સવાલો ઉઠી રહ્યા છે.

યાત્રીઓ ફ્લાઈટમાં પૂરે દેવાયા!
ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટનું એસી બંધ થઈ ગયું હતું. તેવામાં હવે અહીં નાના બાળકો, વૃદ્ધો તથા દર્દીઓ પણ સવારી કરી રહ્યા હતા. તેમને ગૂંગળામણ અને ગરમી થતા સ્ટાફને બારણુ ખોલવાની અપિલ કરી હતી. જોકે તેમની અપિલને નકારી કાઢતા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નહોતી. જેથી લોકોમાં રોષ પ્રસરી ગયો હતો.

ADVERTISEMENT

ફ્લાઈટનો વીડિયો બનાવી કર્યો વાઈરલ
યાત્રીઓને ગરમીથી રાહત મળે એના માટે ફ્લાઈટનો દરવાજો પણ નહોતો ખોલવા દેતા મામલો બિચક્યો હતો. નોંધનીય છે કે આ દરમિયાન યાત્રીઓએ પોતાની સીટ પરથી ઉભા થઈ આમ તેમ ચાલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન બાળકો અને વૃદ્ધો રૂમાલ વડે પરસેવો લૂછતા પણ જોવા મળ્યા હતા. જેના પરિણામે એક યાત્રીએ આનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT