રાજકોટમાં રસ્તા વચ્ચે 5 ગાડીઓ ઊભી રાખી બર્થ-ડે ઉજવનારા નબીરાઓએ પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરી
રાજકોટ: શહેરના સ્વામિનારાયણ ચોકમાં રસ્તા વચ્ચે 5 કાર ઊભી રાખીને બર્થ-ડે સેલિબ્રેશન કરતા શખ્સોને પોલીસે અડચટણરૂપ ન થવાનું કહેતા શખ્સોએ પોલીસ સાથે જ ઝપાઝપી કરી…
ADVERTISEMENT
રાજકોટ: શહેરના સ્વામિનારાયણ ચોકમાં રસ્તા વચ્ચે 5 કાર ઊભી રાખીને બર્થ-ડે સેલિબ્રેશન કરતા શખ્સોને પોલીસે અડચટણરૂપ ન થવાનું કહેતા શખ્સોએ પોલીસ સાથે જ ઝપાઝપી કરી હતી. જેથી પોલીસે ફરિયાદી બની બે મહિલા સહિત 9 લોકો સામે ગુનો નોંધીનો 4 આરોપીઓને ઝડપી લીધા હતા અને 5 આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનામાં પકડાયેલો મુખ્ય આરોપી વિશાલ અને ઈશાન વિરુદ્ધ દારૂ, મારામારી, ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમાં પઈ ઈશાન વિરુદ્ધ પ્રેમ સંબંધમાં પોતાના જ મિત્રનું અપહરણ કરીને હત્યા કરવાનો ગુનો નોંધાયેલો છે.
શું હતો સમગ્ર મામલો?
રાજકોટમાં વિશાલ જોશી નામના યુવકનો બર્થ-ડે હતો. જેના સેલબ્રેશન માટે 5 કાર લઈને 9 શખ્સો સ્વામિનારાયણ ચોક પાસે આવ્યા હતા. તમામે રસ્તા વચ્ચે કાર ઊભી રાખી અને સ્પ્રેથી જાખમી આગ લગાડી રસ્તા વચ્ચે ડાંસ કરતા હતા. જેના કારણે અન્ય વાહનચાલકોને પરેશાની થઈ રહી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેથી પોલીસ કન્ટ્રોલ રૂમને કોઈ વ્યક્તિએ રાત્રે ફોન કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસનો કોલર પકડી ગેરવર્તણૂક કરી
દરિયાન PSI પી.એલ ધામા સહિત પેટ્રોલિંગમાં રહેલો સ્ટાફ સ્થળ પર પહોંચી તો તેમણે જોયું કે જાહેર રોડ પર પાંચ કાર પડી છે અને કારની બોનેટ પર 5થી 6 કેક રાખીને લોકો ત્યાં ભેગા થયા હતા. જે બાદ પોલીસે ત્યાં જઈને તેમને રસ્તા પરથી કાર સાઈડમાં લેવા માટે કહ્યું હતું. જે બાદ ભડકેલા ઈશાન જો અને વિશાલ જોશીએ પોલીસ સાથે જ ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની સાથેના શખ્સોએ PSIનો કોલર પકડીને નેમ પ્લેટ અને વરદીના શર્ટનું બટન તોડી નાખ્યું હતું. જેથી PSIએ મદદ માટે સિટી કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસની અન્ય ગાડીઓ ત્યાં પહોંચતા જ આરોપીઓ ભાગવા લાગ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT