ધારી નજીક રાજકોટની જાનની બસને નડ્યો અકસ્માત, 25 જાનૈયા ઇજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: ધારીના આંબરડી નજીક રાજકોટથી આંબરડી આવતી જાનની બસ આંબરડીના પુલ પરથી નીચે ખાબકી. બસમાં સવાર 25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતાં ઇજાગ્રસ્તોને 108 અને ખાનગી વાહનોમાં સારવાર માટે ધારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 18 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે.

અમરેલી જીલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. રાજકોટના સોલંકી પરીવારની જાન અમરેલી જીલ્લામાં જઈ રહી હતી, ત્યારે ધારી નજીકનાં આંબરડી પાસે બસ પહોંચી ત્યારે ઓવરટેઈક કરવાના પ્રયાસમાં અકસ્માત નડયો હતો. વરરાજાની કારને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને તેમાં 25 થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આંબરડી પુલ નજીક અકસ્માતની ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારોનાં લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. બસમાંથી ઈજાગ્રસ્ત જાનૈયાઓને બહાર કાઢીને ખાનગી વાહન તથા 108 અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. સરકારી તંત્ર પણ એમ્બ્યુલન્સનાં કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ADVERTISEMENT

 આ પણ વાંચો: વ્યાજખોરોને લઈ હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન કહ્યું, સંદેશો અને ચેતવણી મળી ગઇ છે, હવે એક્શનનો લેવાનો સમય

ઈજાગ્રસ્તોને અમરેલી રિફર કરવામાં આવ્યા
રાજકોટથી સોલંકી પરિવારમાં લગ્ન હતા અને જાન આંબરડી જઈ રહી હતી. આ દરમિયાન જાનમાં કુલ ત્રણ બસો હતી  જેમાંથી એક બસ ઓવરટેઈક કરવાનાં પ્રયાસમાં પલટી ખાઈ ગઈ હતી. કેટલાંક જાનૈયાઓને ગંભીર ઈજા થતાં ધારી ઉપરાંત અમરેલી રીફર  કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી 

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT