રાજીવ ગાંધીના હત્યારાનું હાર્ટ એટેકથી મોત, પૂર્વ PM ના નામે બનેલી હોસ્પિટલમાં જ હતો દાખલ
Rajiv Gandhi Assassination Case: જેલમાંથી મુક્ત થયેલા રાજીવ ગાંધીના 7 હત્યારાઓમાંથી એકનું બુધવારે મોત થયું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજીવ ગાંધીના 7 હત્યારાઓમાંથી એકનું મોત
હાર્ટ એટકથી ટી સુથેન્દ્રરાજા ઉર્ફે સંથનનું મોત
રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં હતો દાખલ
Rajiv Gandhi Assassination Case: જેલમાંથી મુક્ત થયેલા રાજીવ ગાંધીના 7 હત્યારાઓમાંથી એકનું બુધવારે મોત થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેને ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, મૃતકનું નામ ટી સુથેન્દ્રરાજા ઉર્ફે સંથન છે. તે રાજીવ ગાંધીના 7 હત્યારાઓમાંથી એક હતો.
રાજીવ ગાંધી હોસ્પિટલમાં હતો દાખલ
શ્રીલંકન નાગરિક સંથનને થોડા દિવસો પહેલા રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડીન ડૉ.વી.થેરાનીરાજને જણાવ્યું કે સવારે 7.50 વાગ્યે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું.
'લિવર થઈ ગયું હતું ખરાબ'
ડૉ.વી.થેરાનીરાજને કહ્યું કે, 'સંથનનું લિવર ખરાબ થઈ ગયું હતું. તેની સારવાર માટે જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ સંથાનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. બાદમાં સવારે 7.50 કલાકે તેનું મોત થયું.'
ADVERTISEMENT
નવેમ્બર 2022માં છોડી દેવાયો હતો
સંથન એ ત્રણ દોષિતોમાંથી એક હતો, જેની સજાને સુપ્રીમ કોર્ટે હત્યાના કાવતરામાં સામેલ હોવાના કારણે 1999માં માન્ય રાખી હતી. સંથન ઉપરાંત બે વધુ આરોપીઓના નામ મુરુગન અને પેરારીવલન હતા. જોકે, બાદમાં ત્રણેયને રાહત મળી હતી. સંથનને નવેમ્બર 2022માં છોડી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT