PM મોદી અને હીરાબા પર ટિપ્પણી કરનારા ગોપાલ ઈટાલિયાના માતા વિશે ભાજપના મંત્રી શું બોલ્યા?
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાતના રાજકારણમાં હાલ ગોપાલ ઈટાલિયાનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. ભાજપ દ્વારા એક બાદ એક ગોપાલ ઈટાલિયાના જૂના અને વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાતના રાજકારણમાં હાલ ગોપાલ ઈટાલિયાનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. ભાજપ દ્વારા એક બાદ એક ગોપાલ ઈટાલિયાના જૂના અને વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક વીડિયોમાં તેમણે પ્રધાનમંત્રી અને તેમના માતા પર એક ટિપ્પણી કરી હતી. ત્યારે હવે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગોપાલ ઈટાલિયા પર પ્રતિક્રિયા આપી અને તેમની માતાનો પણ ઉલ્લેખ કર્યો.
ગોપાલ ઈટાલિયાના માતા વિશે શું બોલ્યા મંત્રી?
નર્મદામાં ટેન્ટસીટી-2માં આજે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. જેમાં રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયો મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જેનું નામ ગોપાલ છે, તેમની માતાએ શું સમજીને નામ રાખ્યું હશે કે મારો દીકરો સારો હશે, સાચ્ચો હશે, કેટલો સારો વ્યવહાર કરશે, પરંતુ ગુજરાતમાં કોઈ આવું બોલે છે તે જોઈને દુઃખ થાય છે. પરંતુ ગુજરાતની જનતા આ સહન નહીં કરે.
PM મોદી અને હીરાબા પર ટિપ્પણી કરનારા ગોપાલ ઈટાલિયાના માતા વિશે ભાજપના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શું બોલ્યા?#RajendraTrivedi #GopalItalia #GujaratPolitics #GujaratElection2022 pic.twitter.com/V7Aszh5JfB
— Gujarat Tak (@GujaratTak) October 15, 2022
ADVERTISEMENT
ગોપાલ જેવા કોઈપણને લોકો ફેંકી દેેશે
રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે Bjp સારા શિક્ષણમા માને છે,સારા સંસ્કારમાં માણે છે કોઈ પણ વ્યક્તિ નું મૂલ્ય કેટલુ છે,જે એના સંસ્કાર ,વર્તન ,શબ્દો,શિક્ષણ પરથી થતું હોય છે.વ્યવહાર થી એ વ્યક્તિ અધોગતિ કે પ્રગતિ માં છે જે કહે છે. ત્યારે ગોપાલ ઇટાલિયા જેવા કોઈ પણ હોઈ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરશે તો ગુજરાત ક્યારેય સાંખી નહીં લે. ગુજરાત આખા વિશ્વમાં ડહાપણનું અને સમજણનું સરનામું છે ત્યારે આવા લોકોને લોકો ફેંકી દેશે.
ADVERTISEMENT