‘મોરબીમાં માતમ વચ્ચે હોસ્પિટલમાં રંગરોગાનની ઘટના માનવતા માટે કાળી ટીલી સમાન’

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબીમાં મચ્છૂ નદી પર બનેલો ઐતિહાસિક બ્રિજ 30 ઓક્ટોબરના રોજ તૂટી જતા નદીમાં સેંકડો લોકો ખાબક્યા હતા. જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા. ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. જોકે તેની મુલાકાતની આગલી રાત્રે સિવિલમાં રંગરોગાનનું કામકાજ કરાયું હતું. જેને લઈને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ સવાલ ઉઠાવ્યા છે.

હોસ્પિટલના રંગરોગાન પર શું બોલ્યા રાજભા ગઢવી
રાજભા ગઢવીએ એક ડાયરામાં કહ્યું, મોરબીમાં મોદી સાહેબ આવ્યાને તાત્કાલિક જે હોસ્પિટલમાં રંગરોગાન થઈને એ માનવતા માટે, માનવ જીવન માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટીલી સમાન કહેવાય. હું આજે જાહેર મંચ પરથી કહું છું. એનો મતલબ એવો મોદી સાહેબને ખબર નથી. તે અહીં આવશે તો જોશે અને એના કરતા એમનેમ રહેવા દીધું હોય તો એ સંવેદના કહેવાય.

હોસ્પિટલ પ્રશાસન પર કર્યા સવાલ
એનો અર્થ એવો કે ફંડ તો હજુ જ ને. ઘરના તો નહીં નાખ્યા હોય કે તાત્કાલિક તૈયાર કરી દીધું. તો તમે આવું શા માટે કરો છો, આખા ગુજરાતમાં આવું કરી દો ને. હું એકેય પાર્ટીનો માણસ નથી, પરંતુ જેણે તાત્કાલિક હોસ્પિટલ તૈયાર કરી દીધી મોદી સાહેબને બતાવવા, તે હોસ્પિટલના સત્તાધીશો હું કહું છું કે તમે માણસના પેટના નથી, નહીંતર આવું ન કરવું જોઈએ.

ADVERTISEMENT

મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા
નોંધનીય છે કે, મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતા. ત્યારે ઘટનાના બે દિવસ બાદ વડાપ્રધાન હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. જોકે તેમની મુલાકાત પહેલા જ હોસ્પિટલમાં રાતો રાત કલરકામ કરવામાં આવ્યું, પાણી માટે ફ્રીજ મુકાઈ ગયા, નવા બેડ અને બેડશીટ મૂકવામાં આવ્યા હતા, ત્યારે લોકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT