IPL: ગુજરાત ટાઈટન્સ ફરી એકવાર જીતતા જીતતા હાર્યું, હેટમાયર-સેમસનની વિસ્ફોટક ઈનિંગ્સ, RRની 3 વિકેટે જીત
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાનનો 3 વિકેટે વિજય થયો છે. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 177 રન બનાવીને…
ADVERTISEMENT
મેચમાં ટોસ જીતને રાજસ્થાનની ટીમે પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં ગુજરાતની ટીમે 20 ઓવરમાં 177 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલ ગુજરાતના કેપ્ટન હાર્દિકના બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. આગલી ઓવરમાં રાજસ્થાને શમીના હાથે બોલ્ડ થયેલા જોસ બટલરની વિકેટ પણ ગુમાવી દીધી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલ દેવદત્ત પડિકલે કેટલાક વિસ્ફોટક શોટ ફટકાર્યા. જો કે, પડિક્કલની ઈનિંગ્સ વધુ ટકી ન હતી અને તે સ્પિનર રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.
Attack MODE 🔛! @IamSanjuSamson took on Rashid Khan & how 👌 👌
Watch those 3⃣ SIXES 💪 🔽 #TATAIPL | #GTvRR | @rajasthanroyals
Follow the match 👉 https://t.co/nvoo5Sl96y pic.twitter.com/0gG3NrNJ9z
— IndianPremierLeague (@IPL) April 16, 2023
55 રનમાં ચાર વિકેટ પડી ગયા પછી, સંજુ સેમસન અને શિમરોન હેટમાયર વચ્ચે 59 રનની ભાગીદારી થઈ, જેણે રાજસ્થાનની જીત માટે મહત્વપૂર્ણ પાયો નાખ્યો. સંજુએ રાશિદ ખાનને સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે હેટમાયરે અલઝારી જોસેફને નિશાન બનાવ્યો હતો. સંજુ સેમસન આઉટ થયો ત્યારે RRને પાંચ ઓવરમાં 64 રનની જરૂર હતી. સંજુએ આઉટ થતા પહેલા 32 બોલમાં 60 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
અહીંથી શિમરોન હેટમાયરે શાનદાર બેટિંગ કરી અને છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 7 રન બનાવવાના હતા, આવી સ્થિતિમાં હેટમાયરે નૂર અહેમદના બીજા બોલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. હેટમાયરે 56 રનની ઈનિંગમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ધ્રુવ જુરેલ (18) અને આર. અશ્વિને (10) પણ છેલ્લી ઓવરમાં રાજસ્થાન માટે ઉપયોગી યોગદાન આપ્યું હતું.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી હતી અને મેચના ત્રીજા બોલ પર તેને પહેલો ફટકો લાગ્યો હતો. વિકેટકીપર રિદ્ધિમાન સાહા (4 રન) શોટને ટાઈમ કરી શક્યો ન હતો અને ટ્રેન્ટ બોલ્ટે તેને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. ત્યારપછી પાંચમી ઓવરના છેલ્લા બોલ પર સાઈ સુદર્શન પણ જોસ બટલરના થ્રો પર રનઆઉટ થયો હતો.
ADVERTISEMENT
32 રનમાં બે વિકેટ પડી ગયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને શુભમન ગીલે 59 રનની ભાગીદારી કરીને ઈનિંગ્સને સંભાળી હતી. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પંડ્યાને પોતાની જાળમાં ફસાવી દીધો. ગુજરાતના કેપ્ટને 19 બોલમાં 28 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિકના આઉટ થયાના થોડા સમય બાદ શુભમન ગીલે પણ સંદીપ શર્માની ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ગિલે કુલ 34 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા.
ADVERTISEMENT
ગિલના આઉટ થયા બાદ ડેવિડ મિલરે જવાબદારી સંભાળી હતી. મિલરે 30 બોલમાં 46 રનની વિસ્ફોટક ઇનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. અભિનવ મનોહરે પણ ત્રણ સિક્સરની મદદથી 27 રનની ઇનિંગ રમીને મિલરને સપોર્ટ કર્યો હતો. મિલર-મનોહરની તોફાની ઇનિંગ્સના કારણે ગુજરાતની ટીમ સાત વિકેટે 177 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT