IPL 2023: લડતા-લડતા હારી ગઈ CSK, ધોની-જાડેજાની બેટિંગે શ્વાસ થંભાવી દીધા… આખરે 3 રને જીત્યું રાજસ્થાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચેન્નઈ: ચેન્નઈના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઈ અને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં RRનો રોમાંચક રીતે 3 રને વિજય થયો છે. અંતિમ ઓવર સુધી ચાલેલી ભારે રસાકસી વચ્ચે રાજસ્થાને આપેલા 176 રનના ટાર્ગેટ સામે ચેન્નઈની ટીમ 172 રન જ બનાવી શકી. છેલ્લા બોલ પર CSKને જીતવા માટે 5 રનની જરૂર હતી, જેમાં ધોની માત્ર 1 રન જ બનાવી શક્યો. ચેન્નઈ માટે ધોની અને જાડેજાની વિસ્ફોટક ઈનિંગ્સ એળે ગઈ હતી. ધોનીએ 17 બોલમાં 3 સિક્સ અને 1 ચોગ્સા સાથે 32 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 15 બોલમાં 25 રન બનાવ્યા હતા.

રહાણેની શાનદાર બેટિંગ
176 રનના ટાર્ગેટનો પીછો કરતા CSKની શરૂઆત ખરાબ રહી અને 10ના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી. ગાયકવાડને સંદીપ શર્માએ યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ડેવોન કોનવે અને અજિંક્ય રહાણેએ 68 રનની ભાગીદારી કરીને ઈનિંગ્સને સંભાળી. રહાણે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ અશ્વિનનો બોલ ચૂકીને તે LBW થઈ ગયો. રહાણેએ 19 બોલમાં 31 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

રહાણેના આઉટ થયા પછી, CSKએ એક બાદ એક વિકેટો ગુમાવી. જેના પરિણામે CSKનો સ્કોર 78 રનથી એક વિકેટે 113/6 થઈ ગયો હતો. રહાણેને આઉટ કર્યા બાદ ચહલે શિવમ દુબે (8)ને પણ LBW આઉટ કર્યો હતો જ્યારે યુઝવેન્દ્ર ચહલે અંબાતી રાયડુ (1) અને ડેવોન કોનવેની વિકેટ લીધી હતી. કોનવેએ 38 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. ઈમ્પેક્ટ પ્લેયર એડમ ઝમ્પાએ મોઈન અલી (7)ને આઉટ કર્યો.

રાજસ્થાને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે પ્રથમ 11 રનમાં ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ આઉટ થનાર પ્રથમ બેટ્સમેન હતો. યશસ્વીને તુષાર દેશપાંડેએ શિવમ દુબેના હાથે કેચ કરાવ્યો હતો. આ પછી જોસ બટલરે દેવદત્ત પડિકલ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. પડિક્કલ આ મેચમાં ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે કેટલાક શાનદાર શોટ્સ માર્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

જો કે પડિકલે મોટો સ્કોર કરવાની તક ગુમાવી દીધી હતી. તેણે 26 બોલમાં 38 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. એક બોલ પછી કેપ્ટન સંજુ સેમસન પણ ખાતું ખોલાવ્યા વગર જાડેજાના બોલ પર બોલ્ડ થઈ ગયો. આ પછી રાજસ્થાને આર. અશ્વિનને બેટિંગ માટે મોકલ્યો. અશ્વિન અને બટલર વચ્ચે 47 રનની ભાગીદારી થઈ, જેમાં અશ્વિનના બેટથી 30 રન આવ્યા હતા. મોટો શોટ મારવા દરમિયાન અશ્વિન આકાશ સિંહના બોલ પર સિસાંડા મગાલાના હાથે કેચ આઉટ થયો હતો.

અશ્વિને 30 રનની ઈનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અશ્વિનના આઉટ થયા બાદ જોસ બટલરે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મોઈન અલી દ્વારા બોલ્ડ થયેલા બટલરે 36 બોલમાં 52 રનની ઇનિંગ રમી જેમાં ત્રણ સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. છેલ્લી ઓવરમાં કેરેબિયન બેટ્સમેન શિમરોન હેટમાયરે મોટા શોટ ફટકારીને રાજસ્થાનનો સ્કોર આઠ વિકેટે 175 રન સુધી પહોંચાડ્યો હતો. હેટમાયરે 18 બોલમાં 30 રનની ઇનિંગ રમી જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. CSK તરફથી રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે અને આકાશ સિંહે બે-બે વિકેટ લીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT