RR vs CSK: મહેન્દ્રસિંહ ધોની પર સંજૂ સેમસન ભારે પડ્યો, ચેન્નઈને હરાવીને રાજસ્થાન ટોપ પર પહોંચ્યું
IPL 2023 CSK vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રાજસ્થાન રોયલ્સ (RR) એ ધમાકેદાર જીત મેળવી છે. સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રાજસ્થાનની ટીમે તેની 8મી…
ADVERTISEMENT
IPL 2023 CSK vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રાજસ્થાન રોયલ્સ (RR) એ ધમાકેદાર જીત મેળવી છે. સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રાજસ્થાનની ટીમે તેની 8મી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમને 32 રને પરાજય આપ્યો હતો.
આ જીત સાથે રાજસ્થાનની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તેણે અત્યાર સુધી 8માંથી 5 મેચ જીતી છે. જ્યારે હાર બાદ ચેન્નાઈની ટીમ ત્રીજા નંબરે સરકી ગઈ છે. ધોનીની કેપ્ટનશીપમાં CSK પણ અત્યાર સુધીમાં 8માંથી 5 મેચ જીતી ચૂકી છે. પરંતુ સારી નેટ રનરેટના કારણે રાજસ્થાનની ટીમ ટોપ પર છે.
શિવમ અને ઋતુરાજની ઈનિંગ્સ એળે ગઈ
ચેન્નાઈની ટીમને 203 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેના જવાબમાં આ ટીમ 6 વિકેટ ગુમાવીને 170 રન જ બનાવી શકી હતી. શિવમ દુબેએ 33 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી જ્યારે ઋતુરાજ ગાયકવાડે 29 બોલમાં 47 રન ફટકાર્યા હતા. પરંતુ બંનેની વિસ્ફોટક ઈનિંગ્સ છતા તેમની ટીમ જીતી શકી ન હતી. રાજસ્થાન તરફથી સ્પિનર એડમ ઝમ્પાએ 3 અને આર અશ્વિને 2 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
Back to winning ways! 💗💗💗 pic.twitter.com/T3Yp0mEXq8
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2023
ચેન્નઈની બેટિંગની વાત કરીએ તો
203 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલા ઋતુરાજ અને ડેવોન કોનવેએ ધીમી શરૂઆત કરી હતી. કોનવે 16 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે આ બાદ અજિંક્ય રહાણે પણ 13 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી આવેલા શિવમ દુબેએ 33 બોલમાં 52 રન બનાવ્યા હતા. જો અંબાતી રાયડુ 0 રને આઉટ થઈ ગયો હતો. આ પછી મોઈન અલીએ 12 બોલમાં 22 અને જાડેજાએ 15 બોલમાં 22 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલે બનાવ્યા 77 રન
રાજસ્થાનની બેટિંગની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે પ્રથમ વિકેટ માટે 86 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે બટલર 21 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બાદમાં કેપ્ટન સંજૂ સેમસન 17 બોલમાં 17 રન કરીને આઉટ થયો. યશસ્વી જયસ્વાલે 43 બોલમાં 77 રનની ઈનિંગ્સ રમી હતી. તો હેટમાયર 10 બોલમાં 8 રન બનાવ્યા હતા. જોકે ધ્રુવ જુરેલે 15 બોલમાં 34 રન બનાવ્યા હતા. તો દેવદત પડ્ડીકલે 13 બોલમાં 27 રન કર્યા હતા. ચેન્નઈ માટે તુષાર દેશપાંડેએ 2, મહેશ તિક્ષ્ણાએ 1 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT