અકબરને મહાન કહેતા લાલઘુમ થઈ ગયા ભાજપના મંત્રી, કહ્યું-અભ્યાસક્રમમાંથી હટાવીશું વિવાદાસ્પદ વસ્તુઓ
રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર (Education minister Madan Dilawar) શાળાના અભ્યાસક્રમમાં અકબર (Mughal King Akbar)ને મહાન ગણાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અકબરને મહાન ગણાવવા શિક્ષણ મંત્રીએ ઉઠાવ્યો વાંધો
અકબર આક્રમક અને બળાત્કારી હતોઃ શિક્ષણ મંત્રી
અભ્યાસક્રમમાંથી વિવાદાસ્પદ વસ્તુઓ હટાવીશુંઃ મદન દિલાવર
રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર (Education minister Madan Dilawar) શાળાના અભ્યાસક્રમમાં અકબર (Mughal King Akbar)ને મહાન ગણાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શિક્ષણ મંત્રીએ રહ્યું કે, અકબર મહાન ન હોઈ શકે. અકબરને મહાન કહેવું મૂર્ખતા છે. તેમણે કહ્યું કે, અકબર આક્રમક અને બળાત્કારી હતો. તે છોકરીઓ પર દુષ્કર્મ આચરતો હતો. આવો અકબર મહાન કેવી રીતે હોઈ શકે? તેમણે શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને વિવાદાસ્પદ વસ્તુઓને હટાવવાની વાત કરી છે. શિક્ષણ મંત્રીએ રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું હતું.
'અકબરને મહાન કેવી રીતે કહેવો?'
બાલોત્રામાં મીડિયા સાથે વાત કરતા શિક્ષણ મંત્રી દિલાવરે કહ્યું કે, અકબર આક્રમક અને બળાત્કારી હતો. તે મીના બજાર લગાવતો અને સુંદર છોકરીઓને પોતાની સાથે લઈ જતો. ત્યાર બાદ તે છોકરીઓ પર દુષ્કર્મ આચરતો હતો. આવા અકબરને મહાન કહેવો મૂર્ખતા છે. તેણે સિલેબસમાં ફેરફાર કરવા અંગે કહ્યું કે, અભ્યાસક્રમમાં આવી વિવાદાસ્પદ બાબતોને દૂર કરવામાં આવશે. આ દરમિયાન મંત્રી દિલાવરે આસોતરા ધામ ખાતે બ્રહ્માજીના દર્શના કર્યા હતા. આ પછી તેમણે સભાગૃહમાં વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો.
The Hon'ble Education Minister of Rajasthan, Shri Madan Dilawar Ji, unapologetically states the reality of Akbar. Great to see a person in a position of authority & responsibility stating history based on facts and not agenda. pic.twitter.com/PZ5RyWyC9o
— Eklavya Singh 🇮🇳 (@eklavyajpr) February 25, 2024
સ્કૂલમાં દરરોજ થશે સૂર્ય નમસ્કાર
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન દરરોજ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે. આ માટે નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, દરરોજ 10 મિનિટ સુધી પ્રાર્થના સભા દરમિયાન સૂર્ય નમસ્કાર થશે. આને લઈને હવે નિર્દેશોની સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT