ખેડૂતોને પડતા પર પાટું, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આ જિલ્લાઓમાં બે દિવસ માવઠાની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે વાતાવરણ પલટાયું છે. એકબાજુ રાજ્યભરમાં ઠંડીનું મોજું છવાઈ રહ્યું છે, બીજી બાજુ અનેક જિલ્લાઓમાં ભર શિયાળે વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે હજુપણ કાલ સુધી રાજ્યના કેટલાક જીલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એવામાં ખેતરમાં તૈયાર ઊભા પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કયા જિલ્લાઓમાં માવઠાની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જે મુજબ, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

ભાવનગરમાં ખેતરમાં ઊભા પાકને નુકસાન
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભાવનગરમાં પણ બુધવારે ઠેરઠેર અચાનક વાતાવરણ પલટાયેલું નજરે પડ્યું હતું. જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ખેતરોમાં વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે અચાનક મોસમ વગરના વરસાદે ખેડૂતોમાં ચિંતા ઉપજાવી છે. ઠંડીની સીઝનના પાક કર્યા હતા પરંતુ વરસાદ આવી જતા ઘણા ખેતરોનો પાક પણ ઢળી પડ્યો છે.

ADVERTISEMENT

કૃષિ મંત્રીએ નુકસાની સર્વેનો રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો
તો કૃષિમંત્રી રાઘવજી ઠાકોરે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થતા જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી વરસાદથી ખેતીવાડીને અસર થઈ હોય તેની તાત્કાલિક તપાસ કરીને નુકસાનીનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT