Rahul Gandhi આવી શકે છે ગુજરાતના પ્રવાસે, જાણો શું છે રણનીતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ નેતાઓની કામગીરી વેગવંતી બની છે. તમામ પક્ષો બમણી ગતિથી કામગીરીમાં જોડાયા છે. તેવામાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખશે. આવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં  જાહેરસભાઓ ગજવશે. તો બીજી બાજુ નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે.

ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતમાં 4 થી 6 જાહેરસભાઓને રાહુલ ગાંધી સંબોધે તેવી શક્યતાએ રહેલી છે. જેનું ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં આયોજન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં સામેલ છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધી પાસેથી પણ સમય માંગવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રો પાસે થી જાણવા મળ્યું છે.

ગુજરાતના પ્રચારમાં જોવા મળી શકે છે મોટા નેતા
આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે. જે મુજબ સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાત પ્રવાશે આવશે. જેમાં પ્રચારમાં કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ ઉપરાંત કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રચાર કરતા જોવા મળશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત,  જેવા વરિષ્ઠ નેતાઓ પણ ગુજરાત કોંગ્રસની પ્રચાર કમાન સંભાળી શકે છે. આમ, તમામ પક્ષો ચૂંટણી લડવા માટે સજ્જ થઈ ગયા છે. તમામ પક્ષો પોતાની મહેનત અને આ વખતે ઊભા થયેલા સંજોગોમાં પોતાની જીતનો આશાવાદ સેવી રહ્યા છે અને જોરશોરથી જહેમતમાં લાગી ગયા છે.

ADVERTISEMENT

5 વર્ષમાં ગુમાવ્યા 17 ધારાસભ્યો
મહત્વનું છે કે, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી વાતાવરણ રહ્યું હતું ત્યારે કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી પરંતુ કોંગ્રેસમાં 2017થી લઈ 2022 સુધીમાં નેતાઓની નારાજગી સામે આવતી  રહી અને રાજીનામાંનો દોર ચાલતો રહ્યો. છેલ્લા 5 વર્ષમાં  કોંગ્રેસના 17 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે.

    follow whatsapp

    ADVERTISEMENT