Rahul Gandhiનો આવો ગુસ્સો ક્યારેય નહીં જોયો હોય, સ્ટેજ પર ધક્કા-મુક્કી થતા અકળાઈને જુઓ શું કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજસ્થાન: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા રાજસ્થાનથી હવે હરિયાણા પહોંચી ગઈ છે. હરિયાણાથી નીકળતા પહેલા રાહુલ ગાંધીએ રાજસ્થાનના અલવરમાં એક સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીનો આવો ગુસ્સો તમે પણ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

સ્ટેજ પર ધક્કા-મુક્કા થતા રાહુલ ગાંધી અકળાયા
રાજસ્થાન હરિયાણા બોર્ડર પર રાહુલ ગાંધીના સ્વાગતમાં એક સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં મંચ પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ઉપસ્થિત હતા. આ દરમિયાન તેમની સાથે સેલ્ફી લેવા માટે સ્ટેજ પર ઊભેલા લોકોમાં ધક્કા-મુક્કી શરૂ થઈ જાય છે. જેને લીધે રાહુલ ગાંધી ગુસ્સે થઈ જાય છે. આ દરમિાયન ફરી એક યુવક સેલ્ફી લેવા માટે ફોન ઊંચો કરે છે, પરંતુ રાહુલ ગાંધી તેનો ફોન પકડીને ઝાટકી નાખે છે. આ બાદ તેઓ તરત જ સ્ટેજ છોડીને રવાના થઈ જાય છે. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીનો આ વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

16 દિવસ રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા ચાલી
નોંધનીય છે કે, કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચી હતી અને અહીં 16 દિવસ રહ્યા બાદ રાહુલ ગાંધી હવે હરિયાણામાં પહોંચી ગયા છે. જોકે આ વચ્ચે ત્યારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માગણી કરી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન થવું જોઈએ. જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું સંભવ ન હોય તો ભારત જોડો યાત્રાને દેશ હિતમાં રદ કરવી જોઈએ.

કેન્દ્રિય મંત્રીએ પત્ર લખીને રાહુલ ગાંધીને શું કહ્યું?
મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું કે, “રાજસ્થાનમાં ચાલતી ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરાય. યાત્રામાં માત્ર વેક્સિનેટેડ લોકો જ ભાગ લે એવું નક્કી કરવામાં આવે. યાત્રામાં જોડાતા પહેલા અને બાદમાં યાત્રીઓને આઈસોલેટ કરવામાં આવે.”

ADVERTISEMENT

કોંગ્રેસ દ્વારા સ્વાસ્થ્ય મંત્રીને અપાયો જવાબ
મનસુખ માંડવીયાએ લખેલા આ પત્ર બાદ કોંગ્રેસ તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, સરકાર ‘ભારત જોડો યાત્રા’થી ડરી ગઈ છે અને ગભરાઈ ગઈ છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભારત જોડો યાત્રાની વિરુદ્ધમાં ભાજપ ષડયંત્ર રચી રહ્યું છે. અધીર રંજને તો ત્યાં સુધી કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી સમયે કોરોનાના નિયમો ક્યાં ગયા હતા. ગુજરાત ચૂંટણીમાં PM મોદી માસ્ક લગાવીને તમામ પ્રોટોકોલ પાળીને ઘરે-ઘરે ગયા હતા?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT