Rahul Gandhi Foreign Visit: ભારત જોડો ન્યાય યાત્રા છોડીને અચાનક વિદેશ કેમ જઈ રહ્યા છે રાહુલ ગાંધી? સામે આવ્યું મોટું કારણ
Rahul Gandhi Foreign Visit: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ સમયે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભારત જોડો ન્યાય યાત્રા છોડીને વિદેશ જશે કોંગ્રેસ નેતા
5 દિવસ પછી ફરી યાત્રામાં જોડાશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી અચાનક વિદેશ કેમ જઈ રહ્યા છે?
Rahul Gandhi Foreign Visit: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ સમયે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. જોકે, તેઓ આ યાત્રાને અચાનક છોડીને વિદેશ જવા માટે રવાના થશે. તેઓ 5 દિવસ પછી ફરી યાત્રામાં જોડાશે. ત્યારે હાલ દરેક કોંગ્રેસ નેતાના મનમાં આ સવાલ ચાલી રહ્યો છે કે આખરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક વિદેશ કેમ જઈ રહ્યા છે.
રાહુલ ગાંધી કેમે જઈ રહ્યા છે વિદેશ?
કોંગ્રેસના મહાસચિવ અને વિરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ભારત જોડો ન્યાય યાત્રામાંથી બ્રેક લેશે, કારણ કે લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો થવાની છે. આ બેઠકોમાં રાહુલ ગાંધીનું હાજર રહેવું જરૂરી છે. આ સિવાય રાહુલ ગાંધી 27-28 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ત્યાં બે લેક્ચર આપશે.
#WATCH | On 'Bharat Jodo Nyay Yatra', Congress leader Jairam Ramesh says, "...There will be a break from February 26 to March 1 as there are many important meetings regarding elections in Delhi and it is necessary for Rahul Gandhi to be present there. On February 27-28, Rahul… pic.twitter.com/YhW5MoJVjM
— ANI (@ANI) February 21, 2024
મહાકાલેશ્વર મંદિરે જશે રાહુલ ગાંધી
જયરામ રમેશે કહ્યું કે અમે 2 માર્ચથી ફરી યાત્રા શરૂ કરીશું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 5 માર્ચે ઉજ્જૈન જશે, જ્યાં તેઓ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT