હિંડનબર્ગ રિપોર્ટ મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિંડનબર્ગ-અદાણી વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી સંસદમાં અદાણી મુદ્દે ચર્ચા…
ADVERTISEMENT
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિંડનબર્ગ-અદાણી વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી સંસદમાં અદાણી મુદ્દે ચર્ચા ટાળવા માટે તમામ પ્રયાસ કરશે. દેશને ખબર હોવી જોઈએ કે અદાણી પાછળ શું શક્તિ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદીજી સંસદમાં અદાણીજી પર ચર્ચા ટાળવાનો પૂરો પ્રયાસ કરશે. આનું કારણ તમે જાણો છો. હું ઈચ્છું છું કે અદાણી મુદ્દે ચર્ચા થવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ. જે લાખો-કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે તે સામે આવવો જોઈએ.
સાંસદમાં મંજૂરી આપવી જરુંરી
કોંગ્રેસ સાંસદે કહ્યું, ‘હું લાંબા સમયથી સરકાર વિશે બોલી રહ્યો છું કે ‘હમ દો, હમારે દો’. સરકાર ડરી ગઈ છે અને સંસદમાં અદાણીજી પર ચર્ચા કરવા માંગતી નથી. સરકારે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવાની મંજૂરી આપવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા અતિક્રમણની પણ તપાસ થવી જોઈએ અને દેશને અદાણીજી પાછળની શક્તિ પણ જાણવી જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો: હિંડનબર્ગને અદાણી આપશે જવાબ, આ 4 કંપનીઓને ઓડિટ માટે કરી પસંદ
કોંગ્રેસે કરી આ માંગ
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ કોંગ્રેસ અદાણી મુદ્દે સરકાર પર આક્રમક દેખાઈ રહી છે. અને સંસદમાં ચર્ચાની માંગ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ હિંડનબર્ગ રિપોર્ટમાં મુકવામાં આવેલા આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અથવા અદાણી ગ્રુપ વિરુદ્ધ સંયુક્ત સંસદીય સમિતિની નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT