ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89માંથી કોંગ્રેસ કેટલી બેઠકો જીતી રહી છે? રઘુ શર્માએ જણાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થઈ જશે. ત્યારે આ પહેલા આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સી યોજી હતી. જેમાં કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસની જીતનો દાવો કર્યો હતો. સાથે જ પ્રથમ તબક્કાના મતદાન બાદ કોંગ્રેસને કેટલી બેઠકો મળી રહી છે તે અંગે પણ નિવેદન આપ્યું હતું.

પહેલા ચરણની 89માંથી કોંગ્રેસ કેટલી સીટ જીતશે?
રઘુ શર્માએ કહ્યું કે, પહેલા તબક્કાનું મતદાનનું ચરણ પૂરું થઈ ગયું છે. અમને જે માહિતી મળી રહી છે તે મુજબ પરિણામ અમારા સમર્થનમાં છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમે 65 સીટ જીતવાનો અંદાજ લગાવી રહ્યા છીએ. આજે સાંજે 5 વાગ્યે કેમ્પેઈન પૂરું થઈ જશે. રાહુલ ગાંધી ચૂંટણીને સંપૂર્ણ પણે મોનિટર કરી રહ્યા છે. લાખો લોકો ભારત જોડો યાત્રામાં જોડાઈ રહ્યા છે, જેને મતલબ છે કે લોકો ભાજપથી ખુશ નથી. ગુજરાત ગૌરવ યાત્રા નિષ્ફળ રહી હતી.

ગુજરાતમાં ભાજપની સ્થિતિ ખરાબ
તેમણે કહ્યું, ભાજપની સ્થિતિ ખૂબ ખરાબ છે. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ પવન છે. ગુજરાત ગૌરવ યાત્રા નિષ્ફળ હતી. યાત્રા ખૂબ નિષ્ફળ હતી અને 7 દિવસમાં તે પૂરી થઈ ગઈ. બીજી તરફ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ખૂબ સફળ રહી હતી. અમે 125 સીટનો ટાર્ગેટ પ્રાપ્ત કરીશું. પહેલા તબક્કાના મતદાનમાં ભાજપના કાર્યકરો ઘરથી બહાર આવ્યા નથી. અમારા બુથ લેવલના કાર્યકરોએ લોકોને મતદાન મથક સુધી લઈ જવામાં સારું કામ કર્યું છે.

ADVERTISEMENT

આચાર સંહિતા લાગુ થયા બાદ કેન્દ્રિય ગૃહમંત્રીએ દિલ્હી છોડી દીધું અને ગુજરાતમાં જ રહી રહ્યા છે. તમામ કેન્દ્રિય મંત્રીઓ અને ટોચના નેચાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. શું જરૂર છે? આ ચૂંટણીમાં મોરબી, લઠ્ઠાકાંડ, ભ્રષ્ટાચાર, બેરોજગાર જેવા મુદ્દાઓ છે.

ભાજપ વિરુદ્ધ અંડર કરંટ
જ્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ભાજપ આ ચૂંટણીમાં ડબલ ફીગરમાં આવી જશે. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ દરેક જગ્યાએ અંડર કરંટ છે. AAPએ પહેલાથી જ પેકિંગ કરી લીધું છે અને દિલ્હી જતી રહી છે. અમે તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે બીજા તબક્કામાં મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન કરે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT