ચણાના ઉત્પાદનમાં ટેકાના ભાવે ખરીદીમાં ટકાવારી વધારવા રાઘવજી પટેલે કરી કેન્દ્રમાં રજુઆત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર:રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્ર ના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની શુભેચ્છા મુલાકાત લીધી. શુભેચ્છા મુલાકાત દરમિયાન કરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે ગુજરાતના  ખેડૂતોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ મુલાકાત દરમિયાન રાઘવજી પટેલે કેન્દ્ર ના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ચણાના ઉત્પાદનમાં ટેકાના ભાવે ખરીદીમાં ટકાવારી વધારવા રજુઆત કરી છે.

એક તરફ સરકાર ખેડૂતની આવક બમણી કરવાની યોજનો તૈયાર કરી રહી છે. ત્યારે આ દરમીયાન ગુજરાતમાં ચણા પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવની યોજના બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકા ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવામાં આવી છે.  ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને રૂબરૂ મળીને ચણાની ખેતી કરતા ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે.

પશુપાલનના પડતર પ્રશ્નોને લઈ કરવામાં આવી રજૂઆત 
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. રઘવજી પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા તેમજ કેન્દ્રીય  પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલાની પણ મુલાકાત કરવામાં આવી હતી. રાજ્યમાં પશુપાલનના પડતર પ્રશ્નોને લઈને રજુઆત કરવામાં આવી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો: જંત્રીના ભાવ વધારા અને સમય અંગે સરકાર બદલી શકે છે પોતાનો નિર્ણય, બેઠકનો ધમધમાટ શરૂ

મનસુખ માંડવીયા સાથે કરી મુલાકાત
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રાસાયણીક અને ઉર્વરક મંત્રી મનસુખ માંડવીયાની મુલાકાત દરમિયાન રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે  કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ગુજરાતને જરૂરીયાત મુજબ પુરતા જથ્થામાં ખાતરની ફાળવણી અને કચ્છ માટે વિશેષ લોજિસ્ટિક વ્યવસ્થાઓ બદલ આભાર વ્યક્ત કર્યો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT