ગુજરાતમાં ગત વખતે ડિપોઝિટ કેમ જપ્ત થઈ એ અંગે રાઘવ ચઢ્ઢાનો ઘટસ્ફોટ, પરિવર્તનની લહેર વિશે કહ્યું…
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે AAJTAKના ખાસ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ હાજરી આપી હતી.…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે AAJTAKના ખાસ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ હાજરી આપી હતી. તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આ વખતે આમ આદમી પાર્ટીની જ સરકાર બનશે. રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું હતું કે 2017માં આમ આદમી પાર્ટીની ડિપોઝિટ કેમ જપ્ત કરાઈ હતી અને હવે કેમ પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી ગઈ છે.
ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં તમામ 29 બેઠકો પર ડિપોઝીટ જપ્ત કરવાના સવાલ પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 2017ની ચૂંટણી પંજાબની હોય કે ગુજરાતની. બંને ચૂંટણીમાં જમીન-આસમાનનો તફાવત છે. આ તફાવત એટલા માટે છે કારણ કે 2015માં દિલ્હીમાં જે ક્રાંતિ થઈ હતી તે પંજાબ અને ગુજરાતના ગામડાઓ સુધી પહોંચી નથી. પછી અમારી સરકાર એક વર્ષ માટે હતી. આજે અમે દિલ્હીમાં આપેલી ગેરંટી પૂરી કરી રહ્યા છીએ. આ ચર્ચા ગુજરાત સુધી પહોંચી, પછી અમે ગુજરાત પહોંચ્યા અને જોરશોરથી અમારા વિચારો વ્યક્ત કર્યા. જે દિલ્હીમાં થયું છે, તે દરેક જગ્યાએ કરવામાં આવશે.
ગુજરાતમાં પરિવર્તનની લહેર- રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ગુજરાતની જનતા ભ્રષ્ટ અને ઘમંડી ભાજપ સરકારથી આઝાદી અને પરિવર્તન ઈચ્છે છે. જ્યારે હું ગુજરાતની આસપાસ ફરું છું ત્યારે મને દરેક ક્ષેત્રમાં એક જ શબ્દ સંભળાય છે, તે છે – પરિવર્તન. જેમ કે આપણે બાળપણમાં એક જાહેરાત જોતા હતા – થંડા એટલે કોકા-કોલા. તેવી જ રીતે અરવિંદ કેજરીવાલ એટલે ગુજરાતમાં પરિવર્તન.
ADVERTISEMENT
AAP એક યુવા પાર્ટી છે- રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ ગુજરાતના સહ-પ્રભારી હોવાના પ્રશ્ન પર કહ્યું કે, તેઓ પક્ષ દ્વારા આપવામાં આવેલી જવાબદારીને પોતાની ક્ષમતા મુજબ નિભાવવાનો પ્રયાસ કરે છે. અમારા નેતા કેજરીવાલે મને આટલી નાની ઉંમરમાં આટલી મોટી જવાબદારીઓ આપી છે. આ યુવા પાર્ટી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા 32 વર્ષના છે. ગુજરાતના યુવાનો અમારી શિક્ષિત પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
ADVERTISEMENT