સેના નહીં સરકાર પર ઉઠાવ્યા હતા સવાલો, સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે દિગ્વિજય સિંહનો યુ-ટર્ન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી:કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવા માગતા મોટો વિવાદ સર્જાયો છે. એક બાજુ કોંગ્રેસે દિગ્વિજય સિંહના નિવેદનને તેમનું અંગત નિવેદન ગણાવ્યું તો રાહુલ ગાંધીએ પણ આ મુદ્દાને લઈને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ છે. પરંતુ દિગ્વિજય સિંહ તરફથી હવે ખુલાસો આપ્યો છે. તેમણે ભાર આપતા કહ્યું છે કે તેમણે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને કરેલા સવાલો સેનાને નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદી સરકારને પૂછ્યા હતા.આ સાથે તેમણે એવું પણ નિવેદન આપ્યું કે તેમની બંને બહેનોના લગ્ન પણ નૌસેનાના ઓફિસર્સ સાથે જ થયા છે.

વિવાદ થયા બાદ આપ્યો ખુલાસો
દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે મને મારી સેના માટે સંપૂર્ણ સન્માન છે. મારી બે બહેનો પણ નેવી ઓફિસર્સ સાથે પરણેલી છે.સેના પર સવાલ ઉઠાવવાનો સવાલ જ નથી. મારા સવાલો મોદી સરકારને છે. પહેલો સવાલ- તે ગુપ્તચર નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે જેના કારણે CRPFના 40 જવાન શહીદ થયા હતા. બીજો સવાલ- આતંકીઓને 300 કિલો RDX ક્યાંથી મળ્યું? ત્રીજો પ્રશ્ન- જવાનોને એરલિફ્ટ કરવાની CRPFની માંગ કેમ ન સ્વીકારાઈ? ચોથો પ્રશ્ન- જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પકડાયેલા દેવેન્દ્ર સિંહને કેમ છોડવામાં આવ્યો? પાંચમો પ્રશ્ન- પુલવામા એક સંવેદનશીલ વિસ્તાર છે, શા માટે આ વિસ્તારને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવામાં આવ્યો નથી.

સર્જિકલ સ્ટ્રાઈકને માગ્યા પૂરાવા
થોડા દિવસો પહેલા સર્જિકલ સ્ટ્રાઈકને લઈને દિગ્વિજય સિંહ તરફથી વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પુલવામામાં અમારા 40 CRPF જવાનો શહીદ થયા છે. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને તમામ જવાનોને એરલિફ્ટ કરવા વિનંતી કરી હતી, પરંતુ પીએમ મોદી માન્યા ન હતા. આવી ભૂલ કેવી રીતે થઈ? તેમણે કહ્યું કે, આજ સુધી પુલવામા પર સંસદ સમક્ષ કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, પરંતુ પુરાવા દર્શાવ્યા ન હતા. તેઓ (ભાજપ) માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ ચૂંટણી બાદ કોંગ્રેસ સફાળું જાગ્યું: ત્રણ દિગ્ગજ નેતાઓની હકાલપટ્ટી, આ કારણથી કાર્યવાહી

રાહુલ ગાંધીએ દિગ્વિજયસિંહથી રાખ્યું અંતર
તોં રાહુલ ગાંધીએ આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું છે કે કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે. અમે તાનાશાહીમાં વિશ્વાસ નથી કરતા. અમે દિગ્વિજયસિંહના અંગત નિવેદન સાથે સહમત નથી.કોંગ્રેસની વિચારધારા દિગ્વિજયસિંહથી ઉપર છે. હુ તમને વિશ્વાસ અપાવુ છુ કે દિગ્વિજયસિંહના વિચારો સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. ભારતીય સેના પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે. અને સેનાને પોતાના કામના પૂરાવાઓ આપવાની જરુર નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT