ક્વીન એલિઝાબેથ દ્વિતિય 70 વર્ષ સુધી બ્રિટનની રાજગાદી સંભાળતા રહ્યા, જાણો તેમની જીવનયાત્રા વિશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

લંડનઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. તેમણે 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે છેલ્લા 70 વર્ષથી બ્રિટનની ગાદી પર હતા. બ્રિટિશ સિંહાસન પર સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. 1952માં બ્રિટનના રાજા જ્યોર્જ VIનાં મૃત્યુ પછી એલિઝાબેથ દ્વિતિય એ વિશ્વના સૌથી મજબૂત અને સૌથી પ્રખ્યાત શાહી પરિવારની બાગડોર સંભાળી હતી. જૂન 2022માં રાણી એલિઝાબેથ દ્વિતિયના શાસનના 70 વર્ષ પૂરા થયા હતા. તો ચલો નજર કરીએ તેમની જીવનયાત્રા પર…

બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતિયનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર છે. તેમણે પોતાનો અભ્યાસ ઘરે જ પૂરો કર્યો હતો. એલિઝાબેથ ઘરે ખાનગી રીતે ભણેલા હતા. રાણી એલિઝાબેથ દ્વિતિયના જીવનચરિત્ર અનુસાર, તેઓ બાળપણથી જ પ્રાણીઓ, ખાસ કરીને ઘોડા અને કૂતરા પ્રત્યે વધારે પ્રેમભાવના અને દયા રાખતા હતા.

પિતાના મૃત્યુ પછી રાણી બન્યા
પ્રિન્સેસ એલિઝાબેથ પ્રથમ વખત 1934માં પ્રિન્સ ફિલિપને મળ્યા હતા. તે સમયે તે માત્ર 13 વર્ષના હતા. ફિલિપ એક ગ્રીક રાજકુમાર હતા, જેમના પરિવારને 1922માં દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારપછી રાણી એલિઝાબેથ દ્વિતીયના લગ્ન 1947માં પ્રિન્સ ફિલિપ સાથે થયા હતા. તેમના લગ્ન નિમિત્તે બ્રિટનમાં ખૂબ જ ઉજવણી કરવામાં આવી હતી. લગ્ન પછી, પ્રિન્સ ફિલિપે બ્રિટિશ શાહી પરિવારમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

ADVERTISEMENT

એલિઝાબેથ અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ લગ્ન પછી 1952માં કેન્યાના પ્રવાસે હતા ત્યારે તેમના પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાનું ફેબ્રુઆરીમાં અવસાન થયું હતું. તેના પિતાના મૃત્યુના સમાચાર મળતાં જ તે યાત્રા અધૂરી છોડીને બ્રિટન પરત ફર્યા હતા. રાણી એલિઝાબેથ દ્વિતિય તેમના પિતાના મૃત્યુ સમયે માત્ર 25 વર્ષના હતા. એલિઝાબેથ દ્વિતિય 6 ફેબ્રુઆરી 1952ના રોજ બ્રિટનના રાણી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ત્યારપછી 2 જૂન, 1953ના રોજ તેમનો ઔપચારિક રાજ્યાભિષેક થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તે બ્રિટનના રાણી તરીકે સત્તામાં હતા. તેમના શાસનકાળ દરમિયાન અત્યારસુધી 15 વડાપ્રધાન તેમની સાથે કામ કરી ચૂક્યા છે. અત્યારસુધી તે બ્રિટનના રાણી તરીકે સત્તામાં હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

એલિઝાબેથ દ્વિતિય કયા કયા દેશના રાણી હતા…
એલિઝાબેથ દ્વિતિય યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જમૈકા, બાર્બાડોસ, બહામાસ, ગ્રેનાડા, પાપુઆ ન્યુ ગિની, સોલોમન આઇલેન્ડ, તુવાલુ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, બેલીઝ, એન્ટિગુઆ, બાર્બુડા, સેન્ટ કિટ્સના રાણી હતા. આ સિવાય તે કોમનવેલ્થના 54 રાષ્ટ્રો અને પ્રદેશોના વડા પણ હતા. બ્રિટિશ મહારાણી તરીકે તે અંગ્રેજી ચર્ચની સર્વોચ્ચ ગવર્નર અને કોમનવેલ્થના સોળ સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યોના બંધારણીય રાણી હતા.

એલિઝાબેથના શાસનકાળ દરમિયાન યુનાઇટેડ કિંગડમે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા, જેમ કે બ્રિટિશ વસાહતીકરણથી આફ્રિકાની સ્વતંત્રતા, ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડની સંસદોમાં વિભાજન વગેરે. તેમના શાસન દરમિયાન તેમણે વિવિધ યુદ્ધો દરમિયાન તેમના રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.

પતિ પ્રિન્સ ફિલિપ ગયા વર્ષે મૃત્યુ પામ્યા હતા
પ્રિન્સ ફિલિપ અને તેમના ચાર બાળકો. ચાર્લ્સ, એને, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ છે. બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 9 એપ્રિલ 2021ના ​​રોજ અવસાન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. પ્રિન્સ ફિલિપ એડિનબર્ગના ડ્યુક તરીકે પણ જાણીતા હતા. તે અને રાણી એલિઝાબેથ લગભગ 73 વર્ષથી સાથે હતા.

    follow whatsapp

    ADVERTISEMENT