બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ દ્વિતિયનું નિધન, બાલમોરલ પેલેસમાં અંતિમ શ્વાસ લીધા
લંડનઃ બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર રહ્યા હતા. બકિંગહામ પેલેસ દ્વારા…
ADVERTISEMENT
લંડનઃ બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર રહ્યા હતા. બકિંગહામ પેલેસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાણી એલિઝાબેથનું આજે બપોરે બાલમોરલ ખાતે દુખદ અવસાન થયું છે. મહારાણીના મૃત્યુ પછી તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના રાજા બનશે.
પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના રાજા બનશે
પ્રાથમિક માહિતી પ્રમાણે કિંગ અને ક્વીન કંસોર્ટ આજે સાંજે બાલમોરલ પેલેસમાં જ રોકાણ કરશે અને આવતીકાલે લંડન પરત ફરશે. બ્રિટનના ક્વીન એલિઝાબેથ 1952માં બ્રિટનના મહારાણી બન્યા હતા અને 16 મહિના પછી જૂન જૂન 1953માં તેમનો રાજ્યાભિષેક થયો હતો.
ગત ઓક્ટોબરમાં મહારાણીનું સ્વાસ્થ્ય કથળ્યું
મહારાણી એલિઝાબેથનું ગયા વર્ષે ઓક્ટોબરથી સ્વાસ્થ્ય કથળ્યું હતું. વિવિધ સમસ્યાઓથી પીડાતા હોવાના કારણે મહારાણી છેલ્લા કેટલાક સમય માટે મુસાફરી કરી શક્યા નહોતા. એટલા માટે તેઓ લંડનના બકિંગહામ પેલેસને બદલે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં તેમની બેઠકો કરી રહ્યા હતા.
ADVERTISEMENT
બ્રિટનની ગાદી સંભાળનાર સૌથી વૃદ્ધ શાસક
રાણી એલિઝાબેથ દ્વિતીય જ્યારે બ્રિટનની રાજગાદી પર બિરાજમાન થયા ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 7 દાશકાઓ સુધી તે આ રાજગાદી પર બિરાજમાન હતા. તે 96 વર્ષના હતા અને બ્રિટનમાં સત્તા સંભાળનારા સૌથી વૃદ્ધ મહિલા હતા. આ સિવાય રાણી એલિઝાબેથનું નામ વિશ્વના સૌથી જૂના શાસકોમાં લેવામાં આવતું હતું.
1952માં બ્રિટનના મહારાણી બન્યા
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ શાસનના 70 વર્ષ પૂર્ણ કર્યા છે. તે 1952માં બ્રિટનના રાણી બન્યા હતા. આ ખાસ અવસર પર દેશભરમાં ચાર દિવસીય પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, રાણી એલિઝાબેથ દ્વિતીયએ આ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. તે જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળતા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT