નીરજ ચોપરા પછી પીવી સિંધુએ હજારો ફેન્સની હાજરીમાં ગરબા રમ્યા, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યું…
અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સની મેડલિસ્ટ પીવી સિંધુ ઈન્જરીના કારણે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી નથી. તેવામાં અમદાવાદમાં આયોજિત આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં તેણે હાજરી આપી…
ADVERTISEMENT
અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સની મેડલિસ્ટ પીવી સિંધુ ઈન્જરીના કારણે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી નથી. તેવામાં અમદાવાદમાં આયોજિત આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં તેણે હાજરી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાના ગરબા રમવાની સ્ટાઈલની પ્રશંસા કરી હતી. આની સાથે અન્ય ખેલાડીઓને પણ નવરાત્રીની ઉજવણી કરી ગરબા રમવાનું આમંત્રણ આપ્યું હતું. જેને સ્વીકારીને પીવી સિંધુએ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આનો વીડિયો અત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ શેર કર્યો હતો.
PM મોદીએ ખેલાડીઓને આપ્યું હતું ગરબા રમવાનું આમંત્રણ
ગુજરાત રાજ્ય અત્યારે નવરાત્રીના રંગમાં રંગાઈ ગયું છે. તેવામાં નવરાત્રીના સમય દરમિયાન 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન મોદીએ વિવિધ રાજ્યથી આવેલા ખેલાડીઓને ગરબા રમવાનું ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે ખેલાડીઓને રમતમાં સારુ પ્રદર્શન કરે એની શુભેચ્છા આપવાની સાથે નવરાત્રીમાં ભાગ લેવા માટે પણ જણાવ્યું હતું. આની સાથે નીરજ ચોપરાએ જેવી રીતે ગરબા રમ્યા હતા એની પણ પ્રશંસા કરી હતી. હવે PM મોદીનું આમંત્રણ સ્વીકારીને પીવી સિંધુએ પણ ગરબાની રમઝટ બોલાવી દીધી હતી.
When in Ahmedabad during Navratri, dance! Just go for it. What fun. ✨#GarbaNight https://t.co/qh2ZGmIgwl
— Pvsindhu (@Pvsindhu1) September 30, 2022
ADVERTISEMENT
નવરાત્રીમાં અમદાવાદમાં હોઈએ તો ગરબા તો રમવા પડે- પીવી સિંધુ
સિંધુ ત્યાં ગરબાની રમઝટ બોલાવતી જોવા મળી હતી. તેની સાથે ભૂતપૂર્વ શટલર તૃપ્તિ મુરગુંડે અને ભૂતપૂર્વ એથલિટ અંજુ બોબી જ્યોર્જ પણ હતી. સિંધુની પહેલા ભારતના સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાએ પણ ગરબાની રમઝટ બોલાવી હતી. સિંધુએ એક વીડિયો પણ શેર કરી જણાવ્યું હતું કે અમદાવાદમાં હાજર હોઈએ અને નવરાત્રીનો તહેવાર હોય પછી શું કહેવું. મનમૂકીને ઉજવણી કરો.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પીવી સિંધુના ગરબાનો વીડિયો પણ શેર કર્યો છે. SAIએ લખ્યું કે- પીવી સિંધુએ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવી છે. સિંધુ અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી વચ્ચે ગરબા કરતી જોવા મળી હતી. તેને આ દરમિયાન અંજુ બોબી જ્યોર્જ અને તૃપ્તિ મુરગુંડેનો સપોર્ટ પણ મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT