Sidhu Moosewala ના ઘરે ફરી ગૂંજશે કિલકારી, માતા ચરણ કૌર આપશે બાળકને જન્મ!

ADVERTISEMENT

Sidhu Moosewala Mother Pregnant
સિદ્ધુ મૂસેવાલાની માતા આપશે બાળકને જન્મ!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સિદ્ધુ મૂસેવાલાના ઘરેથી ખુશખબરી આવી

point

સિદ્ધુ મૂસેલવાલાના માતા આપશે બાળકને જન્મ!

point

ફરીથી માં બનવા જઈ રહ્યા છે ચરણ કૌર

Sidhu Moosewala Mother Pregnant: પોપ્યુલર પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) કે જેમની ગેંગસ્ટરોએ ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી, હવે તેમના ઘરેથી ખુશખબરી આવી છે. દિવંગત સિંગર સુદ્ધુ  મૂસેવાલાના માતા ચરણ કૌર ગર્ભવતી છે અને આ સમાચારની પુષ્ટિ તેમના પરિવારના નજીકના સૂત્રો દ્વારા કરવામાં આવી છે. આ વાંચીને ભલે તેમને વિશ્વાસ ન થાય પરંતુ હવે એવું જાણવા મળી રહ્યું છે કે ચરણ કૌર (Charan Kaur) ફરીથી માં બનવા જઈ રહ્યા છે. ચરણ કૌર અને બલકૌર સિંહ (Balkaur Singh)ના ઘરે કિલકારી ગૂંજશે.  બંને જલ્દી જ તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. 

આવતા મહિને આપશે બાળકને જન્મઃ રિપોર્ટ

Indian Express માં છપાયેલા સમાચાર મુજબ, દિવંગત સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણ કૌર (Charan Kaur) આવતા મહિને બાળકને જન્મ આપશે. તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મૂસેવાલા તેના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. 29 મે 2022ના રોજ ગેંગસ્ટરોએ તેમની હત્યા કરી નાખી હતી,  તે સમયે સિદ્ધુ મૂસેવાલા માત્ર 28 વર્ષના હતા. જોકે, તેમણે પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા હતા. નાની ઉંમરમાં તેમણે મોટું નામ બનાવી લીધું હતું. 

29 મેના રોજ થઈ હતી સિદ્ધુ મૂસેવાલાની હત્યા

સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. દેશભરમાંથી તેમના હત્યારાઓને સજા કરાવવાની માંગ કરવામાં આવી હતી. તો વિદેશમાં પણ સિંગરના ફેન્સે તેના માટે ન્યાયની માંગ કરી હતી.

ADVERTISEMENT

મૂસેવાલાના કાકા ચમકૌર સિંહે કરી સમાચારની પુષ્ટિ

ન્યૂઝ 18ના એક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણ કૌર એક ખાસ ટેકનિકની મદદથી આ બાળકને જન્મ આપશે. સિદ્ધુ મૂસેવાલાના કાકા ચમકૌર સિંહે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચરણ કૌરે આઈવીએફની મદદથી ગર્ભ ધારણ કર્યો છે. હવે માર્ચ મહિનામાં સિદ્ધુ મૂસેવાલાની માતા બાળકને જન્મ આપશે. તમને જણાવી દઈએ કે, સિંગરના કાકાએ ભલે આ સમાચારની પુષ્ટિ કરી છે, છતાં મૂસેવાલાના માતા-પિતાએ હજુ સુધી આ સમાચાર પર મૌન સેવ્યું છે. 


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT