પંજાબના CM ભગવંત માન કાલથી ગુજરાતના પ્રવાસે, 4 દિવસમાં સૌરાષ્ટ્રમાં 9 રોડ-શો અને સભાઓ ગજવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે ચરણમાં મતદાન યોજાવાનું છે. જેમાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે અને 5 ડિસેમ્બરે ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થશે. ત્યારે મોટા નેતાઓના ગુજરાતમાં આંટા ફેરા વધ્યા છે. આ વચ્ચે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.4 દિવસમાં તેઓ 9 રોડ શો કરશે અને સભાઓ ગજવશે.

શું હશે ભગવંત માનનો કાર્યક્રમ?
પંજાબના CM ભગવંત માન આવતીકાલથી 4 દિવસ ગુજરાત આવશે અને સૌરાષ્ટ્રમાં વિવિધ બેઠકો પર ફરીને કેમ્પેઈન કરશે. જેમાં 12 તારીખે તેઓ તળાજા અને મહુવામાં રોડ શો કરશે. આ બાદ 13મી નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરની મુલાકાતે જશે અને સોમનાથ દાદાના દર્શન કરશે. બાદમાં રાજુલા, ઉના અને કોડિનારમાં રોડ શો કરવાના છે. આ બાદ 14મી તારીખે પંજાબના મુખ્યમંત્રી તલાલા, વિસાવદર અને માણાવદરમાં અને 15મીએ પોરબંદરમાં રોડ શો કરશે.

AAP તમામ બેઠકો પર ચૂંટણી લડશે
નોંધનીય છે કે, આ વખતે ગુજરાતની તમામ 182 સીટો પર ચૂંટણી લડવા ઉતરી રહેલી આમ આદમી પાર્ટીએ કમરકસી લીધી છે. પાર્ટીએ એક બાદ એક અત્યાર સુધીમાં 150થી વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે વાતને લઈને હજુ પાર્ટીએ નિર્ણય જાહેર કર્યો નથી. બીજી તરફ AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ હાલ ગુજરાતમાં જ છે અને તેઓ દક્ષિણ ગુજરાતમાં રોડ શો અને સભાઓ કરી રહ્યા છે. ત્યારે હવે પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સૌરભ વક્તાનિયા)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT