પંજાબના CM ભગવંત માને ખેલૈયાઓને ઉત્સાહિત કરવા અનોખી રીતે ગરબા રમ્યા, માતા અંબાની વિશેષ પૂજા પણ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. તેવામાં રાજ્યના પ્રવાસ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રાજકોટની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે આ દરમિયાન નીલસિટી રિસોર્ટ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માતા અંબાની આરતી કરી હતી. ત્યારપછી તેમણે અનોખી રીતે ગરબા પણ રમ્યા હતા. નોંધનીય છે કે આ દરમિયાન ભગવંત માન પણ નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા હોય એમ લાગી રહ્યું હતું.

CM માનની ગરબા રમવાની અનોખી સ્ટાઇલ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નીલસીટી ક્લબ ખાતે હાજરી આપીને સ્ટેજ પર અનોખી સ્ટાઇલમાં ગરબા-રાસની રમઝટ બોલાવી હતી. તેમને જોતા હાજર મોટાભાગના લોકો આનંદિત થઈ ગયા હતા. વળી ભગવંત માનનાં પંજાબી સ્ટાઇલના ગરબા જોઈને AAPના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ ખડખડાટ હસી પડ્યા હતા.

AAP વિકલ્પ તરીકે સામે…
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે અત્યારે શહેરના બિસ્માર રસ્તાઓ જોઈને મને દુખ થાય છે. એમ લાગે છે કે ખાડાઓમાં રસ્તો બનાવ્યો છે. લોકો પાસે પહેલા કોઈ વિકલ્પ હતો પણ નહીં, પરંતુ AAPના આગમનથી હવે અમે વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.

ADVERTISEMENT

સરકારી રિપોર્ટ મુજબ AAP ની સરકાર
ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. તેમણે ગુંડાગર્દી શરૂ કરી દીધી છે. લોકોને ધમકાવવાનું શરૂ કર્યું છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. કઈ પણ કરો આપ ની સરકાર ન બનવી જોઈએ. તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.

With Input- નિલેશ શિશાંગિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT