‘અનિરુદ્ધસિંહ-જયરાજસિંહ સમાધાન કરો નહીંતર હું અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરીશ’

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે ચાલી રહેલી તકરારમાં હવે સમાધાન માટેના પ્રયાસો શરૂ થયા છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેની બબાલમાં આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજ ટ્રસ્ટના પી.ટી જાડેજાએ મધ્યસ્થી કરવા જંપલાવ્યું છે. પી.ટી જાડેજાએ એક વીડિયો બનાવીને આ વિશે વાત કરી છે અને ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

PT જાડેજાએ વીડિયો પોસ્ટ કરી સમાધાનની વાત કરી
પી.ટી જાડેજાએ વીડિયો બનાવીને વાઈરલ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ગોંડલ તાલુકાના ક્ષત્રિય સમાજના બે આગેવાનો વચ્ચે તકરારનો અંત લાવવા પ્રયાસની વાત કરી છે. બંને આગેવાનો મારા 40 વર્ષ જૂના મિત્રો છું, હું સમાધાન માટે આગળ વધી રહ્યું છું. આ ઝઘડાથી રાજકોટ કે ગુજરાત નહીં દેશભરમાં અન્ય ક્ષત્રિય સમાજમાં ખોટો મેસેજ જઈ રહ્યો છું. એટલા ફોન આવે છે 24 કલાકમાં હું ગાંડો થઈ ગયું છે. એટલે મારે વીડિયો બનાવવો પડ્યો છે. તેઓ કહે છે જે તમે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાન ઈચ્છો તો 24 કલાકમાં 10 હજાર રાજપૂત યુવાનો ભેગા થાય. એ ના માને તો મારી ઉપવાસ પર બેસવાની તૈયારી છે. મરી જઉં તો મરી જઉં. મારા બે ભાઈ લડે અને હું સૂતો રહું એવો રાજપૂત પણ નથી.

ADVERTISEMENT

‘દુનિયા દાંત કાઢે છે, બંને ભાઈઓને દંડવત કરીને પ્રણામ કરું છું’
વીડિયોમાં પી.ટી જાડેજા ભાવુક થતા છાતી ઠોકીને કહે છે, જયરાજભાઈ અને અનિરુદ્ધભાઈ કદાચ સમાધાન ન કરે તો કઈ વાંધો નહીં, પણ વિવાદ પૂરો કરે. દુનિયા હસે છે, દાંત કાઢે છે. આવું નથી કરવું. બંને ભાઈનો મોટો ભાઈ છું. છતા તમને એવું લાગે કે મોટોભાઈ ખોટો છે તો હું બંનેને દંડવત પ્રણામ કરું છું. આ કરીને પણ મારે પરિણામ જોઈએ છીએ.

ADVERTISEMENT

ગોંડલ અને રીબડા જુથમાં છે વિવાદ
નોંધનીય છે કે, ગોંડલના રીબડામાં હાલમાં જ જયરાજસિંહના સમર્થક એક પાટીદાર યુવક પર હુમલો કર્યાનો આક્ષેપ થયો હતો. જે બાદ ફરી ગોંડલ અને રીબડા જૂથ સામ સામે આવી ગયા હતા. અનિરુદ્ધસિંહે આ આક્ષેપોને ફગાવ્યા હતા. જોકે ઘટના બાદ બીજા દિવસે જયરાજસિંહે રીબડામાં જ મહાસંમેલન યોજીને રીબડા હવે આઝાદ થયું હોવાનું કહ્યું હતું. જયરાજસિંહ હોય, કે પછી xyz કે પછી અનિરુદ્ધ હોય કે તેની ઓલાદ હોય બધા માટે કાયદો એક છે. મારે નિર્ભય રીબડા બનાવવું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT