PSI ભરતીનું મેરીટ લિસ્ટ જાહેર, ગુજરાતને મળશે નવા 1382 PSI

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી જાહેર થવાની તૈયારી થઈ રહી છે. આ તૈયારી વચ્ચે આજે LRD ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે PSI પરીક્ષાનું પણ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1382 પીએસઆઇની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીણું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલા 1382 પીએસઆઇની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીએસઆઇ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે PSI ભરતી બોર્ડના અધ્યક્ષ IPS વિકાસ સહાયે માહિતી આપી છે. જેને લઇને ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ADVERTISEMENT

આજે ગુજરાત સરકાર દ્વારા 1382 પીએસઆઇની પોસ્ટનું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જે ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી થઈ ન હતી તેવા 180 ઉમેદવારોનું પણ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1200 થી વધુ ઉમેદવારોને તારીખ 29 ઓક્ટોબરે પસંદગી પત્ર આપવામાં આવશે. ત્યારે બાકી રહેતા 180 ઉમેદવારોને થોડા સમય પછી પસંદગી પત્રો ફાળવવામાં આવશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT