જામ્યો ચૂંટણીનો રંગ : ગાંધીધામમાં એક જ દિવસે દેશના ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓના કાર્યક્રમો

ADVERTISEMENT

cm
cm
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ:  ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવા ને ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે દિલ્હી-પંજાબ બાદ હવે ગુજરાત માં વિધાનસભા ચૂંટણી માં જીત હાંસલ કરવા માટે `આમ આદમી પાર્ટી’ સમગ્ર ફોકસ ગુજરાતના ચૂંટણી પ્રચાર માટે લગાવી દીધું છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસ ગોઠવી રહ્યા છે. બીજીતરફ વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના એક સાથે 4 નેતા આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન આવતી કાલે કચ્છની મુલાકાતે એક સાથે 3 રાજ્યના મુખ્યમંત્રી આવશે. કચ્છમાં ચૂંટણીનો રંગ જામ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતમાં નેતાઓના ગુજરાત પ્રવાસ વધવા લાગ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે આવતી આમ આદમી પાર્ટીના એક સાથે 4 નેતાઓ ગુજરાતના પ્રવાસે આવિ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 1 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ગાંધીધામમાં જન સભા સંબોધિત કરવા આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કંડલા-મુંદરા હાઇવે પર હટડી અને ભદ્રેશ્વર વચ્ચે નિર્મિત પોર્ટબિઝ ઇન્ડસ્ટ્રીઝનાં ઉદ્ઘાટન તથા 11 ઉદ્યોગગૃહોના સંકુલના ભૂમિપૂજન માટે બપોરે 2.30 વાગ્યે આવશે, ત્યારે ચૂંટણી ના કાઉન્ટ ડાઉન વચ્ચે ગાંધીધામમાં એક જ દિવસે દેશના ત્રણ રાજ્યના મુખ્યમંત્રીની હાજરી હશે.

સૌરાષ્ટ્ર કચ્છની રાજકીય સ્થિતિ
સૌરાષ્ટ્ર -કચ્છની વાત કરવામાં આવે તો 12 જિલ્લામાં કુલ 54 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 31 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 21 1 બેઠક કાળી છે અને 1 બેઠક એનસીપી પાસે છે. જ્યારે કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં કુલ 6 બેઠક આવેલ છે જેમાંથી 5 બેઠક ભાજપ પાસે છે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT