આજથી બે દિવસ PM મોદી ગુજરાતમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશ બહારના દિગજ્જ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતનું સત્તા સિંહાસન મેળવવા રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. 2 દિવસ દરમિયાન ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી આ બે દિવસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અંબાજીમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરશેતથા કાર્યક્રમોમાં હાજરી આપશે.

29 સપ્ટેમ્બર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પર તમામ રાજકીય પક્ષોની નજર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે આજે કાર્યક્રમની શરૂઆત સુરતથી કરશે.

એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાન મોદી ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ યોજશે. રોડ શૉના રૂટ પર સુરત પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખશે. રોડ શૉ બાદ તેઓ નિલગીરી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા સંબોધશે. જેને લઈને લિંબાયત વિસ્તાર દુલ્હનની જેમ શણગારાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને 3 હજારથી વધુ જવાનો ખડેપગે રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં સવારે 11 વાગ્યે 3400 કરોડ રૂ. કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોના તબક્કા-1 અને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરશે. ડ્રીમ સિટી પ્રોજેક્ટ સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને પૂરક બનાવવા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માગને પહોંચી વળવાના વિઝન સાથે શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી  ડો.હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધી 87 હેક્ટરથી વધુ વિસ્તારમાં બનેલા જૈવવિવિધતા પાર્કનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે ખોજ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. બાળકો માટે બનેલ, મ્યુઝિયમમાં ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, પૂછપરછ-આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા-આધારિત સંશોધનો હશે.

ભાવનગરમાં યોજશે રોડ શો 
સુરતના કાર્યક્રમો યોજી વડાપ્રધાન મોદી ભાવનગર જશે. ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી રોડ શો યોજી સભાને સંબોધશે. ત્યારબાદ ભાવગનરમાં 1,900 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. સભા માટે 8 લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્યો છે. ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી વડાપ્રધાન રોકાણ કરશે અને સાંજે અમદાવાદ જવા રવાના થશે.

ADVERTISEMENT

નેશનલ ગેમ્સનું કરશે ઉદ્ઘાટન
અમદાવાદમાં નેશનલ ગેમ્સનો સાંજે 7 વાગ્યે દેશના સૌથી મોટા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી 36મી રાષ્ટ્રીય રમતોત્સવની શરૂઆત કરાવશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહેલા દેશભરના રમતવીરોને પણ સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ડેસરમાં વિશ્વ કક્ષાની “સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી”નું ઉદ્ઘાટન પણ કરશે. ગુજરાતમાં નેશનલ ગેમ્સ રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં યોજાવા જઈ રહી છે.

ADVERTISEMENT

નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે
રાત્રીના નવ વાગ્યે તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે. ગરબા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી ફરી ગાંધીનગર માટે જવા રવાના થશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

30 સપ્ટેમ્બર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતના બીજા દિવસે એટલે કે, 30 સપ્ટેમ્બરે સવારે સવા દસ વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશને ગાંધીનગર-મુંબઇ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે.ત્યાર બાદ સાડા અગિયાર વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે. જ્યાં અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી કાલુપુર રેલવે સ્ટેશનથી દુરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે. બાદમાં બપોરે સાડા 12 વાગ્યે AEC ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરી ગાંધીનગર રાજભવન માટે રવાના થશે. જે પછી સાંજે પોણા પાંચ વાગ્યે બનાસકાંઠાના દાંતામાં 7,200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાંજે સાત વાગ્યે અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. જ્યારે આઠ વાગ્યા આસપાસ ગબ્બર પર્વત પર આરતીમાં ભાગ લેશે. આમ બે દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી મોદી રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાનના આજના કાર્યક્રમો 

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે
  • સુરતમાં ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ યોજશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
  • સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે PM
  •   ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન
  • ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી રોકાશે
  • સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે
  • અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે
  • અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે
  • સાંજે 7 વાગે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં આપશે હાજરી
  • રાત્રે 9 વાગે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી
  • PM મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે

    follow whatsapp

    ADVERTISEMENT