વડા પ્રધાન મોદી ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા, ટોપ 5 માંથી બિડેન અને સુનક બહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત 16 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. મોર્નિંગ કન્સલ્ટની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી યાદીમાં 78 ટકા વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ સાથે પીએમ મોદી ટોચ પર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. PM મોદી મોર્નિંગ કન્સલ્ટની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી યાદીમાં 78 ટકા વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ સાથે ટોચ પર છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત 16 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.

પીએમ મોદીની લોકપ્રિયતામાં સતત વધારો
પીએમ મોદીને વિશ્વભરમાં પુખ્ત વયના લોકોમાં સૌથી વધુ રેટિંગ મળ્યું છે. આ યાદીમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને છે, જેમને 68 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ છે, જેમને 62 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સર્વે અનુસાર, વર્ષ 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: અદાણીના શેર ડાઉ જોન્સમાંથી થશે બહાર, હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીની હાલત ખરાબ

બિડેન ટોપ 5 માંથી બહાર 
આ લિસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને ટોપ ફાઈવમાં સ્થાન મળ્યું નથી. બિડેન આ યાદીમાં 40 ટકા એપ્રુવલ રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે. બીજી તરફ, સુનકે આ લિસ્ટમાં 30 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 10મું સ્થાન મેળવ્યું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

મોર્નિંગ કન્સલ્ટ દ્વારા દરરોજ 20,000 વૈશ્વિક ઇન્ટરવ્યુ લેવામાં આવે  છે. ઇન્ટરવ્યુમાં મળેલા જવાબોના આધારે ગ્લોબલ લીડર વિશેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ 45,000 હજાર છે. બીજી તરફ, અન્ય દેશોના નમૂનાનું કદ 500 થી 5000 ની વચ્ચે છે. દરેક દેશમાં વય, લિંગ, પ્રદેશ અને કેટલાક દેશોમાં શિક્ષણના આધારે સર્વેક્ષણોને મહત્વ આપવામાં આવે છે. અમેરિકામાં જાતિ અને વંશીયતાના આધારે પણ સર્વે કરવામાં આવે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT