ભારતમાં વડાપ્રધાને 5G સેવા કરી લોન્ચ, ગુજરાતના આ 3 શહેરમાં મળશે લાભ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ભારતમાં 5G સેવાઓ લોન્ચ કરવામાં આવી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરીને દેશમાં 5G સેવા લોન્ચ કરી છે. આ સાથે દેશના ઘણા શહેરોમાં 5G સેવા ઉપલબ્ધ થશે. લોન્ચ સાથે, ભારત પણ એવા દેશોની યાદીમાં જોડાઈ જશે જ્યાં નવીનતમ પેઢીની ટેલિકોમ સેવાઓ ઉપલબ્ધ થશે.

ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 1લી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનમાં શરૂ થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને વિવિધ કંપનીઓને સ્ટોલ પરના સાધનોની માહિતી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Jio, Airtel અને અન્ય કંપનીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી અને નવી ટેકનોલોજીનો ડેમો પણ લીધો હતો. તેમણે મેડિકલ લાઇનમાં 5G સર્વિસના લીધે મેડિકલ ક્ષેત્રે શું ફેરફાર થશે તે અંગેનો ડેમો પણ લીધો હતો. 5Gના આગમન પછી સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં થયેલા ફેરફારોનો ડેમો પણ જોયો હતો.

વડાપ્રધાને ભારતમાં બેસી યૂરોપમાં ચલાવી કાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 5G લૉન્ચ કર્યા સાથે યુરોપમાં કારની ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી. વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બેસીને 5G ટેક્નોલોજીની મદદથી યુરોપમાં કાર ચલાવી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વડાપ્રધાન મોદીનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારત દુનિયા ચલાવી રહ્યું છે’.

ADVERTISEMENT

મેટ્રો શહેરોમાં 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ
જોકે, શરૂઆતમાં દેશના તમામ શહેરોમાં 5G નેટવર્ક ઉપલબ્ધ થશે નહીં. પ્રારંભિક સેવા દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિતના ઘણા શહેરોમાં ઉપલબ્ધ થશે, જે આવતા વર્ષના અંત સુધીમાં ભારત ભરમાં 5 G સેવાનો લાભ મળશે હાલમાં મેટ્રો શહેરોમાં 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

ગુજરાતના આ શહેરને લાભ
ગુજરાતના ત્રણ શહેરમાં 5 G સેવાનો લાભ મળશે જેમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર, અમદાવાદ અને જામનગરમાં લોકો હાઇ સ્પીડ ઇન્ટરનેટ સુવિધાનો લાભ લઈ શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT