રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસિય ગુજરાત પ્રવાસે, સાબરમતી આશ્રમની મુલાકાત પછી વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી રવિવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આ મુદ્દે જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેની શરૂઆત તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધા પછી કરશે. ત્યારપછી તેઓ GMERS, ગાંધીનગર ખાતે આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન/લોકાર્પણ કરશે.”

દ્રૌપદી મુર્મુ સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’ લોન્ચ કરશે
મુર્મૂ 4 ઓક્ટોબરે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’ લોન્ચ કરશે અને અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત પણ કરશે.

ગાંધીનગર સિવિલમાં ટ્રોમા સેન્ટર તૈયાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત કરાશે. અહીં 373 કરોડના ખર્ચે ટ્રોમા સેન્ટર તૈયાર થશે. જેના કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.

ADVERTISEMENT

સિવિલ હોસ્પિટલમાં 600 બેડની સુવિધા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અત્યારે 600 બેડની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર કિડની, હાર્ટને લગતી ઓપીડી તથા MRI અને સોનોગ્રાફી વિભાગ શરૂ કરાશે. વળી અહીં ક્રિટિકલ સેન્ટર તથા રેન બસેરા પણ ઉભુ કરાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT