ચૂંટણીની તૈયારી! ગાંધીનગરમાં ભાજપ આવતીકાલથી ઉમેદવારોની પસંદગીને લઈ લગાવશે ફીલ્ટર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે અને બીજી તરફ રાજકીય પક્ષો પણ ઉમેદવારોની યાદી માટે કવાયત શરુ કરી છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવારો પસંદ કરવા દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠક શરુ થઇ છે પરંતુ કોંગ્રેસ પક્ષે જ્યાં સુધી ભાજપના ઉમેદવારો જાહેર ન થાય ત્યાં સુધી જોખમી ગણાતી બેઠકો અને તેના ઉમેદવારોની યાદી જાહેર નહી કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. ત્યારે આવતીકાલથી ભાજપ ઉમેદવારના નામો નક્કી કરવા માટે અને તેના પર ચર્ચા કરવા સવારે ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી પસંદગી સમિતિની બેઠક યોજશે.

પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક
ચૂંટણીની તૈયારી પૂરજોશ થી કરવામાં આવી રહી છે ત્યારે આ દરમિયાન ભાજપની આવતીકાલથી ગાંધીનગરમાં ચૂંટણી પસંદગી સમિતિની બેઠકનો દોર શરુ થશે અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને તેઓ ભાજપની ચૂંટણી પસંદગી સમિતિની  બેઠકમાં હાજરી આપશે અને ગાંધીનગરથી દિલ્હી ખાતે જે નામોની યાદી જશે તેમાં રાજ્યસ્તરે જ ફિલ્ટર કરી દેવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે ઉમેદવારોના નામ પર ફિલ્ટર લગાવવામાં આવશે.

કાલથી દાવેદારોના નામ પર ફિલ્ટર લાગશે
ચૂંટણી પસંદગી સમિતિની આવતી કાલે શરૂ થનાર બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહેશે.  આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલ સેન્સ  અને તેનો રિપોર્ટ રજૂ કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT