ચૂંટણી પહેલા પડતર માગણીઓનો દોર શરૂ, શિક્ષકોની વ્હારે આવ્યા કોંગ્રેસના ધારાસભ્ય
વિરેન જોશી/મહિસાગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે રાજ્યમાં વિવિધ વિભાગોમાં પડતર માગણીઓના મુદ્દાઓનો દોર શરૂ થઈ ગયો છે. જોકે આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો…
ADVERTISEMENT
વિરેન જોશી/મહિસાગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે રાજ્યમાં વિવિધ વિભાગોમાં પડતર માગણીઓના મુદ્દાઓનો દોર શરૂ થઈ ગયો છે. જોકે આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો સમયાંતરે વિવિધ મુદ્દાઓને આવરી લઈને પોતાની રાજકીય રોટલી શેકતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન શિક્ષકોની પડતર માગણીઓને લઈને મહિસાગરમાં મુદ્દો ગરમાયો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે આ મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ઘેર્યા હતા.
તાત્કાલિક બદલી કેમ્પ યોજવા ટકોર
શિક્ષકોની પડતર માંગણીઓને લઈને સરકાર અનેક વખત ભીંસમાં મુકાઈ ગઈ છે. ત્યારે મહિસાગર જિલ્લાની બાલાસિનોર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને સુધારા ઠરાવ કરી તાત્કાલિક બદલી કેમ્પ યોજવા મુદ્દે પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ઘણા સમયથી શિક્ષકોને કોર્ટકેસના કારણે બદલીના કેમ્પો યોજાયા નથી એ અંગે રજૂઆત કરી હતી. આની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહે જણાવ્યું કે હાઇકોર્ટમાં કોર્ટ કેસોના ચુકાદા આવી ગયા છે અને બદલી કેમ્પો અંગેની અડચણો દૂર થઇ ગઈ છે. આની સાથે શિક્ષણ વિભાગ દ્વારા હાઇકોર્ટના ચુકાદા મુજબ સુધારા ઠરાવ કરી તાત્કાલિક બદલી કેમ્પો કરવા માટેની તારીખો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
- શિક્ષકોને પોતાના વતનમાં કુંટબીજનો સાથે જિંદગી પસાર કરી શકે અને શૈક્ષણિક કાર્ય તરફ ફરજ બજાવી શકે એની પહેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ અંગે શિક્ષકોના હિતમાં યોગ્ય સૂચના આદેશ કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તેમની રજૂઆતથી વતનમાં બદલી ઇચ્છતા શિક્ષકોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે બદલી કેમ્પની આશા બંધાઈ છે. ત્યારે જોવું એ રહ્યું કે હાઈકોર્ટ દ્વારા બદલી કેમ્પો આડેની અડચણો દૂર થતાં આચાર સંહિતાનો અમલ થાય તે અગાઉ બદલી કેમ્પો યોજાશે કે પછી શિક્ષકોને વધુ એક લોલીપોપથી સંતોષ માનવો પડશે તે સવાલ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT