આજથી પ્રમુખસ્વામી નગરના દ્વાર જનતા માટે ખુલશે, અમદાવાદમાં આ સ્થળોએથી મળશે AMTSની બસો
અમદાવાદ: શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આજથી સામાન્ય જનતા માટે મહોત્સવ ખુલ્લો મુકાશે. ત્યારે અમદાવાદમાંથી મુલાકાતીઓ…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આજથી સામાન્ય જનતા માટે મહોત્સવ ખુલ્લો મુકાશે. ત્યારે અમદાવાદમાંથી મુલાકાતીઓ તથા સ્વયંસેવકોને પ્રમુખસ્વામી નગર પહોંચવા માટે AMTS દ્વારા ખાસ બસોની ફાળવણી જુદી-જુદી જગ્યાઓ પર કરવામાં આવશે.
ક્યાં-ક્યાંથી ઉપડશે બસ?
પ્રમુખસ્વામી નગર સુધી પહોંચવા માટે બોપલથી 20 જેટલી બસોની વ્યવસ્થા મુલાકાતીઓ માટે કરવામાં આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસેથી જ બસ મળશે અને તે માત્ર રૂ.10માં પ્રમુખનગર સુધી લઈ જશે. આવી જ રીતે જુદા જુદા બસ સ્ટેન્ડ, ગીતા મંદિર, રાણીપ, કૃષ્ણનગર, ઝાંસીની રાણી સહિતના સ્થળોએથી પણ સીધી પ્રમુખ નગર જતી બસો ATMS મૂકશે.
ADVERTISEMENT
સ્વયંસેવકો માટે 250 બસો ફાળવાઈ
પ્રમુખસ્વામી નગરમાં સેવા આપતા 50 હજાર જેટલા સ્વયંસેવકો માટે ATMS દ્વારા 250 જેટલી બસો ફાળવવામાં આવી છે. આ માટે રૂ.7.50 લાખ જેટલી રકમ AMTSને ચૂકવવામાં આવશે.
ADVERTISEMENT
1 મહિના સુધી ચાલશે મહોત્સવ
નોંધનીય છે કે, 600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં 1 મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે વિધિવત માનવ ઉત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે અને શનિ-રવિમાં આ સંખ્યા 2-3 લાખે પહોંચી શકે છે. નગરમાં બપોરના 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT