અમદાવાદ: પ્રમુખસ્વામી નગર કેવી રીતે પહોંચવું? ક્યાં કયો કાર્યક્રમ જોવો? આ એપમાં મળશે બધી માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. PM મોદી આજે સાંજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત કરાવશે. 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે અને શનિ-રવિમાં આ સંખ્યા 2-3 લાખે પહોંચી શકે છે. ત્યારે આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

મુલાકાતીઓ માટે Psm100 Nagar નામની એપ તૈયાર
મહોત્સવ માટે સેવા આપનારા સ્વયંસેવકો દ્વારા Psm100 Nagar નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન મુલાકાતીના ઘરથી લઈને નગર સુધી ગાઈડ બનશે. તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં ઘરથી લઈને પ્રમુખસ્વામી નગર સુધીનો રૂટ બતાવશે, વાહન પાર્કિંગની જગ્યા બતાવશે, એન્ટ્રી ગેટ, નગરમાં કયા સમયે કાર્યક્રમો કે સમારોહ જોવા તેની પણ માહિતી મળશે.

ADVERTISEMENT

એપમાં શું-શું સુવિધાઓ હશે?
600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં આ Psm100 Nagar એપ્લિકેશનના માધ્યમથી તમે નગરમાં તમને ખાણી-પીણીના સ્ટોલ, કયા સમયે કઈ જગ્યાએ કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે, તેની પણ વિગતો તમને મળી રહેશે. એટલે કે કાર્યક્રમમાં આવનારા લોકોને 1 ક્લિકમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એપ્લિકેશન ફ્રીમાં ઉપલબ્ધ છે અને મુલાકાતીઓ તથા હરિભક્તો તેનો ઉપયોગ કરીને સરળતાથી પ્રમુખસ્વામી નગરની મુલાકાત લઈ શકે તેવા આશય સાથે આ એપને તૈયાર કરવામાં આવી છે.

ADVERTISEMENT

ક્યાંથી અને કેવી રીતે પ્રવેશ મળશે?
પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશ માટે સાત દ્વાર છે, જેમાં મુખ્ય દ્વાર VVIP માટે છે, જ્યારે બાકીના 6 દ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. જેમાં ભાડજ સર્કલથી આવનારા મુલાકાતીઓ ગેટ નંબર 2,3 અને 4થી પ્રવેશ કરી શકશે, જ્યારે ઓગણજ સર્કલથી આવતા લોકો ગેટ નં.5,6 અને 7થી પ્રવેશ કરી શકશે. આ તમામ દ્વારમાં પ્રવેશતા જ મુલાકાતીઓ માટે વોશરૂમ તથા નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ADVERTISEMENT

ક્યારથી કાર્યક્રમો શરૂ થશે?
પ્રમુખસ્વામી નગરમાં બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં વિવિધા કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાશે. જ્યારે રવિવારે દિવસભર કોઈપણ સમયે મહોત્વસમાં જઈ શકાશે. મહોત્સવમાં તમામ દિવસે એન્ટ્રી ફ્રી રહેશે અને તેના માટે કોઈ રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી. જેમાં કલ્ચરલ ગેટ્સ, પ્રમુખસ્વામી મહારાજની મહામૂર્તિ, નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની રેપ્લિકા, સોવેનિયર શોપ, ચિલ્ડ્રન્સ એડવેન્ચર, એક્ઝિબિશન પેવેલિયન, કલ્ચરલ ઈવનિંગ પ્રોગ્રામ, સહજાનંદ જ્યોતિ ઉદ્યાન તથા પ્રેમવતી ફૂડ કોર્ટ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT