‘ભગવા કપડાં પહેરીને બળાત્કારીઓને હાર પહેરાવે તે ચાલે, પણ ફિલ્મમાં ભગવા બિકિની ન ચાલે’
નવી દિલ્હી: સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ પર વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મનું પહેલું ગીત બેશર્મ રંગ રિલીઝ થયું હતું, જે સામે લોકો આપત્તિ દર્શાવી…
ADVERTISEMENT
નવી દિલ્હી: સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ પર વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મનું પહેલું ગીત બેશર્મ રંગ રિલીઝ થયું હતું, જે સામે લોકો આપત્તિ દર્શાવી રહ્યા છે. ફિલ્મને બોયકોટ કરવાની પણ માગણી કરી રહ્યા છે. દીપિકાની ‘ભગવા બિકિની’ ટ્રેન્ડિંગ ટોપિક બની છે. ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ દીપિકાના કપડા પર સવાલ ઉઠાવ્યા છે. પઠાણની રિલીઝને રોકવાની ચેતવણી આપી છે. જેના પર વિવાદમાં એક્ટર પ્રકાશ રાજે હવે પ્રતિક્રિયા આપી છે.
પ્રકાશ રાજે ટ્વીટ કરીને શું કહ્યું?
જાણીતા એક્ટર પ્રકાશ રાજે દીપિકાને સપોર્ટ કરતા ટ્વીટ કર્યા છે. તેમણે બેશર્મ ગીતમાં દીપિકાની બિકિની પર સવાલ ઉઠાવનારા પર કટાક્ષ કર્યો છે. પ્રકાશ રાજે ટ્વીટમાં લખ્યું કે, ઘૃણાસ્પદ. આપણે આ બધું સહન કરવું પડશે… કલર બ્લાઈન્ડ. #AndhBhaktas… #Justasking. બીજા ટ્વીટમાં પ્રકાશ રાજે લખ્યું કે, બેશરમ… તો આ ઠીક છે જ્યારે ભગવા કપડા પહેરેલી વ્યક્તિ રેપિસ્ટને હાર પહેરાવે છે… હેટ સ્પીચ આપે છે. બ્રોકર ધારાસભ્ય, ભગવા કપડા પહેરનારા સ્વામીજી બાળકોનો રેપ કરે છે. પરંતુ આ કોઈ ફિલ્મનો ડ્રેસ ન હોઈ શકે? પ્રદર્શનકારી ઈન્દોરમાં શાહરુખ ખાનના પુતળા સળગાવી રહ્યા છે. તેમની ડિમાન્ડ છે- બેન ‘પઠાણ’.
ADVERTISEMENT
ટ્રોલર્સને પણ સંભળાવ્યું
પ્રકાશ રાજની આ વાતોને સોશિયલ મીડિયા પર ઘણા લોકો સપોર્ટ કરી રહ્યા છે. તેમના મુજબ, એક્ટર સાચું કહી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તેની ટિકા કરી રહ્યા છે. પઠાણ અને દીપિકાને ટ્રોલ કરનારાને સંભળાવવામાં પ્રકાશ રાજે કંઈ બાકી ન રાખ્યું. દીપિકાની ‘ભગવા બિકિની’ પર હજુ સુધી મેકર્સ અને સ્ટાર્સ તરફથી કોઈ રિએક્શન નથી આવ્યું. ઘણા સેલેબ્સે દીપિકાને સપોર્ટ કર્યો છે અને ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શનને ખોટું બતાવ્યું છે.
ADVERTISEMENT