પ્રફુલ વસાવાનું AAPમાં ઉમેદવાર તરીકે પસંદ કરાતા રાજકારણ ગરમાયું, ભાજપે ગુજરાત વિરોધી માનસિકતાનો મુદ્દો ઉઠાવ્યો
નરેન્દ્ર પેપરવાલા/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ રસાકસી ભર્યો શાબ્દિક જંગ જોવા…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ રસાકસી ભર્યો શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ બહાર પાડેલી ઉમેદવારોની યાદીમાં પ્રફુલ વસાવાને ટિકિટ આપતા હોબાળો મચી ગયો છે. BJPના સ્ટેટ મીડિયા કો-હેડ ઝૂબિન અશારાએ આડકતરી રીતે પ્રફુલ વસાવાને મેઘા પાટકરના જૂના સાથી ગણાવ્યા હતા. તેવામાં ગુજરાત વિરોધી માનસિકતાનો મુદ્દો પણ ઉઠ્યો હતો.
મેધા પાટકર સાથે પ્રફુલ્લ વસાવાની મિત્રતા વિશે ચર્ચા
ઝૂબિને ટ્વિટ કરીને લખ્યું હતું કે મેઘા પાટકરનો એક માત્ર લક્ષ્યાંક હતો કે ગુજરાતની જનતા તથા ખેડૂતો સુધી નર્મદાનું પાણી ન પહોંચે. ગુજરાત હંમેશા તરસ્યું રહે. તેવામાં મેઘા પાટકરને ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા માટે આમ આદમી પાર્ટી વિચારણા કરી રહી છે. તેવામાં આજે બુધવારે તેમના એક જુના મિત્રને આપે ટિકિટ આપી દીધી છે. ગુજરાતથી અરવિંદ કેજરીવાલને આટલો દ્વેષ કેમ છે.
કેવડિયા બચાવો આંદોલનમાં પ્રફુલ વસાવાની ભૂમિકા
આમ આદમી પાર્ટીએ નાંદોદ વિધાનસભા બેઠક પરથી પ્રફુલ વસાવાને ટિકિટ આપી છે. પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. તેઓ કેવડિયા બચાવો આંદોલન સમિતિના પ્રણેતા રહ્યા છે. કેવડિયામાં આદિવાસીઓની જમીન બચાવવાના આંદોલનમાં તેમણે ખૂબ મોટો ફાળો આપ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT