‘ભગવાન શિવે કહ્યું પ્રબોધ સ્વામીના દર્શન થાય તેવા પૂણ્ય જાગ્રત નથી થયાં’, પ્રબોધ સ્વામીના શિષ્યે પોત પ્રકાશ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદ/રાજકોટ: સોખડાથી જૂદા પડેલા પ્રબોધ સ્વામીના શિષ્યએ અમેરિકાના બોસ્ટન શહેરમાં સત્સંગ સભા દરમિયાન ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ સમગ્ર મામલે મોટો વિવાદ સર્જાતા સ્વામી આનંદસાગરે આખરે માફી માગી લીધી છે. જોકે તેમ છતાં હજુ પણ લોકોમાં આ નિવેદન અંગે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

શું બોલ્યા હતા આનંદસાગર સ્વામી?
બોસ્ટનમાં સત્સંગ સભામાં આનંદસાગર સ્વામી કહે છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ. એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે.

સંત સમિતિના પ્રમુખે નિવેદનને વખોડ્યું
ભારતીય સંત સમિતિના પ્રમુખ અને વડતાલ સંપ્રદાયના નૌતમ પ્રકાશ સ્વામીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, “ભગવાન શ્રી શંકર દાદાના વિરોધમાં કોઈ આનંદ સાગર નામના સાધુ પ્રબોધ જીવન સ્વામી સોખડાથી છે જે જુદા પડેલા છે. એમના શિષ્ય છે એમણે અમેરિકામાં ખૂબ જ અપમાનજનક પોતાના ગુરુનો મહિમા વધારવા માટે ભગવાન શંકર દાદાને નીચે જોવું થાય, સમગ્ર હિન્દુ સંપ્રદાયને કલંક લાગે તેવું ભાષણ આપ્યું છે. આનંદ સાગર સ્વામીએ શિક્ષાપત્રી વાંચી હોય એવું મને જણાતું નથી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે મહાદેવ દાદાના આદર થકી મંદિરના દર્શન કરવું, ભગવાનને શ્રાવણ મહિનામાં વિશેષ બિલિપત્ર ધરીને પૂજા કરવી, ભગવાન સ્વામિનારાયણ અને શિવજીનો એકાત્મપણુ પણ વેદમાં જે પ્રતિપાદન કર્યું છે, એ પણ કહ્યું છે શિક્ષાપત્રીમાં. આવા સાધુ એ હિંદુ સમાજનું ઘોર અપમાન કર્યું છે. જેને વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થા વતી હું વખોડું છું.

ADVERTISEMENT

રાજકોટમાં વકીલોનો વિરોધ
આનંદસાગર સ્વામીના આ નિવેદન મામલે રાજકોટ બાર એસોસિએશન સનાતન ધર્મના સમર્થનમાં આવ્યું છે. તેમણે આ પ્રકારની ઘટનામાં પગલા લેવા માંગ કરી છે. વકીલોએ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કોઈ વ્યક્તિને સ્વામી સામે કેસ કરવો હોય તો નિઃશુલ્ક કેસ લડી આપવા જણાવ્યું હતું.

(વિથ ઈનપુટ: આણંદથી હેતાલી શાહ, રાજકોટથી નિલેશ શિશાંગિયા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT