અમરેલીની ધારી બેઠક પર પોસ્ટર પોલિટીક્સ ગરમાયું, જાણો કોણ વિરુદ્ધ લાગ્યા બેનરો
હિરેન રવૈયા, અમરેલી: ગુજરાત વિધાનસભાનીં ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવા નવા રાજકીય સમીકરણો ઘડાવા લાગ્યા છે. આમ…
ADVERTISEMENT
હિરેન રવૈયા, અમરેલી: ગુજરાત વિધાનસભાનીં ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવા નવા રાજકીય સમીકરણો ઘડાવા લાગ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી જીતવા જમીન આસમાન એક કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના જોડાયા છે. ત્યારે અમરેલીમાં થોડા સમય પહેલા બગસરા શહેરમાં માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને આપ પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલ કાંતિ સતાસીયા વિરુદ્ધ બેનરો લાગ્યા છે. જોકે દલિત સમાજના આગેવાનોએ સતાસીયાને સમર્થન જાહેર કર્યું છે. કાંતિ સતાસીયાને આજે ધારી- બગસરા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
દલિત સમજે આપ્યું સમર્થન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીમાં ભાજપના નેતા કાંતિ સતાસિયા જોડાયા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે ઉમેદવારની જાહેરાત પહેલા જ કાંતિ સતાસીયા વિરુદ્ધ બગાસરમાં બેનર લાગ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતિ સતાસીયા વિરુદ્ધ બેનરો લાગતા દલિત સમાજના રોષ ભભુકી ઉઠયો. દલિત સમાજના આગેવાનો એકઠા થઈ કાંતિભાઈ સતાસીયા સાથે હોવાના દાવો કર્યો. કાંતિ સતાસીયા વિરૂધ્ધ બેનરો કોણે માર્યા તે અંગે અવઢવ છે. આજે કાંતિ સતાસીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે દલિત સમાજના આગેવાનોએ તેને સમર્થન આપ્યું છે.
જાણો શું લખ્યું બેનરમાં
આ ભાઈ દલિત વિરોધી છે. એટ્રોસિટીનો કેસ પરિવાર પર ચાલુ છે. હમણાં આ ભાઈ બોવ ચૂંટણી લડવાની વાતો કરે છે. આ દલિત વિરોધી વ્યક્તિને દલિત સમાજના મત લેવા આવવાની મનાઈ છે. દલિત સમાજમાં આવે તો તેની જવાબદારી રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT