Post Office ની આ સ્કીમ છે જોરદાર...ઘરે બેઠા થશે દર મહિને 20,000 રૂપિયાની કમાણી!

ADVERTISEMENT

post office best plan
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં મળે છે 8 ટકાથી વધુ વ્યાજ

point

દર મહિને 20,000 રૂપિયા થઈ શકે છે કમાણી

point

1 હજારથી 30 લાખ રૂપિયા સુધી કરી શકાય છે રોકાણ

દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીમાંથી કેટલીક બચત (Savings) કરીને તેને એવી જગ્યાએ રોકાણ (Investment) કરવા  માંગે છે, જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને સારું રિટર્ન પણ આપે. તો કેટલાક લોકો એ વિચારીને રોકાણ કરવાનું શરૂ કરે છે કે વૃદ્ધાવસ્થામાં તેમને એક નિયમિત આવક (Reguler Income) થશે, જેથી તેમને નાણાકીય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ મામલે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સેવિંગ સ્કિમ્સ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આમાંથી એક પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office SCSS Scheme) છે, જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે અને તેમાં રોકાણ પર 8 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે એટલે કે બેંક FD કરતાં વધુ.

8.2 ટકાનું શાનદાર વ્યાજ

પોસ્ટ ઓફિસ (Post Office)માં દરેક વય જૂથ માટે અલગ-અલગ કેટેગરીમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જેમાં સુરક્ષિત રોકાણની ગેરંટી ખુદ સરકાર આપે છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કિમ વિશે વાત કરીએ તો તેમાં તમામ બેંકો એફડી (Bank FD)ની તુલનામાં વધુ વ્યાજ મળે છે, સાથે જ નિયમિત આવક પણ સુનિશ્ચિત થાય છે અને તેમાં રોકાણ કરીને વ્યક્તિ દર મહિને 20,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. POSSCમાં ઉપલબ્ધ વ્યાજ દર વિશે વાત કરીએ તો, સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2024થી તેમાં રોકાણ કરનારાઓને શાનદાર 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 

માત્ર 1000 રૂપિયાથી શરૂ કરો રોકાણ

નિયમિત આવક, સુરક્ષિત રોકાણ અને ટેક્સ છૂટ (Tax Benefits)ના મામલે પણ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ ( Post Office Senior Citizen Savings Scheme) પોસ્ટ ઓફિસની સૌથી ફેવરેટ સ્કીમ્સ લિસ્ટમાં સામેલ છે. તેમાં એકાઉન્ટ ખોલાવીને તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણની મહત્તમ મર્યાદા 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમ નિવૃત્તિ પછી આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માટે ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. આમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ અથવા પતિ/પત્નીની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. 

ADVERTISEMENT

સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમ (Post Office Senior Citizen Scheme)માં રોકાણ કરનાર વ્યક્તિએ 5 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. જોકે, જો આ એકાઉન્ટ આ સમયગાળા પહેલા બંધ કરવામાં આવે છે, તો નિયમો અનુસાર ખાતાધારકે પેનલ્ટી ભરવી પડે છે. તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમારું SCSS એકાઉન્ટ સરળતાથી ખોલાવી શકો છો. આ સ્કીમ હેઠળ કેટલાક કિસ્સાઓમાં વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે. જેમ કે VRS લેનારા વ્યક્તિની ઉંમર ખાતુ ખોલાવતી વખતે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોઈ શકે છે, તો ડિફેન્સમાંથી રિટાયર થયેલા કર્મચારી 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરમાં રોકાણ કરી શકે છે. જોકે, આ માટે કેટલાક નિયંત્રણો અને શરતો પણ લાદવામાં આવી છે.

બેંક FD કરતાં વધુ રિટર્ન

એક તરફ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ દેશની તમામ બેંકો સિનિયર સિટીઝનને સમાન સમયગાળા માટે એટલે કે 5 વર્ષ માટે FD કરવા પર માત્ર 7.00થી 7.75 ટકા વ્યાજ આપી રહી છે. જો આપણે બેંકોના FD દરો પર નજર કરીએ તો દેશની સૌથી મોટી બેંક SBI સિનિયર સિટીઝનોને પાંચ વર્ષની FD પર 7.50 ટકા, ICICI બેંક 7.50 ટકા, પંજાબ નેશનલ બેંક (PNB) 7 ટકા અને HDFC બેંક (HDFC બેંક) 7.50 ટકા વાર્ષિક વ્યાજ આપે છે. 

ADVERTISEMENT


આ રીતે થશે 20 હજાર રૂપિયાની મહિને આવક 

ઉપર જણાવ્યા મુજબ, રોકાણકાર આ સરકારી યોજનામાં માત્ર રૂ. 1000નું રોકાણ શરૂ કરી શકે છે અને તેમાં વધુમાં વધુ રૂ. 30 લાખનું રોકાણ કરી શકાય છે. જમાં રકમ 1000ના મલ્ટીપલ્સમાં નક્કી કરવામાં આવે છે. હવે આ સ્કિમમાંથી નિયમિત 20,000 રૂપિયાની કમાણીના કેલક્યુલેશનને જોઈએ તો 8.2 ટકા વ્યાજના દરે જો કોઈ વ્યક્તિ આશરે 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને 2.46 લાખ રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે અને આ વ્યાજ  માસિક ધોરણે જોઈએ તો લગભગ 20,000 રૂપિયા માસિક થાય છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT