પોરબંદરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, 1000ના ટોળા સામે ફરિયાદ, પોલીસના ધાડે ધાડા ઉતર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી બાદ સરકાર હવે પોરબંદરમાં પણ બિનકાયદેસર બંધાયેલા બિલ્ડિંગો પર બુલ્ડોઝર ફેરવી રહી છે. ત્યારે મેગા ડિમોલેશન કરવા પહોંચેલી ટીમ પર હુમલો થયો હતો. સ્થિતિ વણસી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે, પોલીસને પણ પાછુ હટવું પડ્યું હતું. જે બાદ જિલ્લા અધિકારીએ કલમ 144 લાગુ કરી દીધી હતી. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગઈકાલે થયેલા પથ્થરમારામાં 5 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા
હાલમાં પોલીસે ડિમોલેશનની કાર્યવાહીને અટકાવવા મામલે હવે પોલીસ જ ફરિયાદી બની છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 125 લોકો સામે કેસ નોંધ્યો છે. જ્યારે 1000 લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલે ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં 5 જેટલા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા ટોળા સામે ફરજમાં વિધ્ન નાખવા સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ADVERTISEMENT

પોરબંદરમાં દરિયાઇ પટ્ટી પર ડિમોલિશનની કામગીરી
નોંધનીય છે કે, પોરબંદર જિલ્લામાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર ઉપરાંત શહેરમાં બિનકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી હતી. ગઈકાલે પોરબંદરના મેગા ડિમોલેશન કરવા પહોંચેલી ટીમ પર પથ્થર મારો થયો હતો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે, પોલીસને પણ પાછુ હટવું પડ્યું હતું. લઘુમતી ટોમના ટોળેટોળા સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને પોલીસ જવાનોને પણ પાછા ખદેડવા લાગ્યા હતા. જેથી આખરે મજબુર થયેલી પોલીસ દ્વારા ટીયરગેસના શેલ છોડાયા હતા.

(વિથ ઈનપુટ: અજય શિલુ)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT