તહેવારોને પણ આપવામાં આવ્યો રાજકીય રંગ, AAP ફરી વિવાદમાં
વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી મેદાને ઉતરી ચૂક્યા છે. જનસંપર્કની તમામ તકો ઝડપી રહ્યા છે ત્યારે…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી મેદાને ઉતરી ચૂક્યા છે. જનસંપર્કની તમામ તકો ઝડપી રહ્યા છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નવરાત્રીને પણ હવે લોક સંપર્કના માધ્યમ તરીકે જોવામાં આવે છે. લુણાવાડા ઇન્દિરા મેદાનમાં મહીસાગર ગરબા ઉત્સવ સમિતિ અને જિલ્લા વહિવટીતંત્રના આયોજનમાં ગરબામાં આગામી વિધાનસભાને અનુલક્ષી અનોખો ઓળખ છુપાવી પ્રચારમાં રહેવાનો રાજકીય રંગ લાગ્યો છે. ગરબા પાસના સ્પોન્સર બનવા અંગે ભાજપના નેતાને પછાડી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની સંસ્થા પાસ સ્પોન્સર બની છે. વહીવટી તંત્ર આયોજિત ગરબા મહોત્સવમાં આપના જિલ્લા પ્રમુખનો એન્ટ્રી પાસ ઉપર ફોટો લગાવતા મોટો વિવાદ સામે આવ્યો છે.
એક મોકો આપ્યો AAp ને
એક તરફ નવરાત્રિનો માહોલ છે ત્યારે બીજી તરફ ચૂંટણીનો માહોલ પણ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં નવરાત્રીના તહેવાર સાથે ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યા છે. નવરાત્રિના પાસમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ફોટો છાપતાં વિવાદ સામે આવ્યો છે. મહીસાગર વહીવટી તંત્રએ આપ્યો એક મોકો આપ પાર્ટીના જિલ્લા પ્રમુખને અને વિવાદનો વંટોળ સામે આવ્યો છે. માં મહીસાગર ગરબા ઉત્સવ સમિતિ જિલ્લા વહિવટીતંત્રના આયોજનમાં ગરબા પાસના સ્પોન્સર બનવા અંગે ભાજપના નેતાને પછાડી મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીની પ્રમુખની સંસ્થા પાસ સ્પોન્સર બની છે ત્યારે અગાઉ પાસના સ્પોન્સર બનવા બાબતે મુખ્ય રાજકીય પક્ષ ભાજપના અગ્રણી નેતાનું નામ ચર્ચામાં હતું પરતું છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીના પ્રમુખે બાજી મારી છે. લુણાવાડા વહીવટી તંત્ર આયોજિત ગરબામાં આપના પ્રમુખને પ્રોત્સાહન આપી ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વહીવટી તંત્રએ બાદબાકી કરી છે. ત્યારે આ મામલે ભાજપ કોંગ્રેસના પદાધિકારી સહિત કાર્યકરો રોષે ભરાયા છે.
તંત્ર પર અનેક સવાલો
વહીવટી તંત્ર આયોજિત ગરબા મહોત્સવમાં આપના જિલ્લા પ્રમુખનો એન્ટ્રી પાસ ઉપર ફોટો લગાવતા મોટો વિવાદ સામે આવ્યો છે. આ સાથે મેદાનમાં એન્ટ્રી પાસ આપી લોકો પાસે થી પૈસા પણ ઉઘરાવવામાં આવી રહ્યા છે. એન્ટ્રી પાસ પર પાસની કિમતનો કોઈ પાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે જેનો હિસાબ કોણ આપશે તેવા પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત આપ ના જિલ્લા પ્રમુખ ના ફોટા વાળો એન્ટ્રી પાસ અને નીચે નામ કલેકટર મનીષ બંસલનું નામ લખવામાં આવ્યું છે. ત્યારે ગરબામાં આગામી વિધાનસભાને અનુલક્ષી અનોખો ઓળખ છુપાવી પ્રચારમાં રહેવાનો રાજકીય રંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તંત્ર પર અનેક સવાલો ઉઠયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT