ચૂંટણી મેદાનમાં ઉતરેલી ત્રણ-ત્રણ પાર્ટીઓ પણ મતદારોને બુથ સુધી કેમ ન લાવી શકી? પત્રકારોએ જણાવ્યા કારણ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા ચરણમાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું. તેમાં 788 ઉમેદવારનું ભાવી EVMમાં કેદ થઈ ગયું છે. ગુરુવારે પહેલા ચરણના મતદાનમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા ચરણમાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું. તેમાં 788 ઉમેદવારનું ભાવી EVMમાં કેદ થઈ ગયું છે. ગુરુવારે પહેલા ચરણના મતદાનમાં આ વખતે ગત વખત કરતા મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો. ચૂંટણી પંચના આંકડા મુજબ, પ્રથમ ચરણમાં 63.14 ટકા મતદાન થયું છે. જે ગત વર્ષ કરતા 5 ટકા ઓછું છે.
પહેલા ચરણના વોટિંગનો ટ્રેન્ડ
ગુજરાતની ચૂંટણીમાં પહેલા ચરણમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં વોટિંગનો ટ્રેન્ડ જોઈએ તો પાછલી વખત કરતા આ વખતે 5 ટકા ઓછું મતદાન થયું છે. જ્યારે 2012માં પ્રથમ ચરણમાં 70.75 ટકા મતદાન થયું હતું. આમ પાછલા 10 વર્ષની તુલનામાં આ વખતે વોટિંગની ટકાવારી ઘટી છે, જેના કારણે રાજકિય પક્ષોની ચિંતા વધી ગઈ છે. આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીમાં મેદાનમાં હોવાથી ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો હતો. ત્યારે ચૂંટણીમાં મતદાન ઓછું થવા મામલે રાજકીય વિશ્લેષકોએ શું કારણો જણાવ્યા તેના પર એક નજર કરીએ….
પાયાના કાર્યકરોમાં નિરસતા
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે દર વખતે સ્થાનિક સ્તરે કાર્યકરોની સક્રિયતા મોટો ફાળો ભજવતી હોય છે. જોકે આ વખતે પાયાના કાર્યકરોમાં નિરસતા જોવા મળી હતી. મતદારોને દર વખતે મતદાન મથક સુધી લઈ જનારા કાર્યકરો નિષ્ક્રિય રહેતા મતદાન ઘટ્યું હોવાનું એક કારણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ADVERTISEMENT
ભાજપના જ સીનિયર નેતાઓની નારાજગી નડી
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પોતાના 39 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી હતી. તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપી છે. યુવા ચહેરાઓ મેદાનમાં આવતા સીનિયર નેતાઓ ટિકિટ કપાવાથી નારાજ છે. ભાજપના જ કેટલાક પૂર્વ ધારાસભ્યો તો અપક્ષથી ચૂંટણી લડી રહ્યા છે. નારાજ ધારાસભ્યોની નારાજગી પણ નડી હોવાનું માનવામાં આવે છે. સીનિયર નેતાઓ નારાજ થતા તેમના કાર્યકરો પણ ચૂંટણીમાં સક્રિય ન રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.
ADVERTISEMENT
સમસ્યાના બદલે પ્રચારમાં વ્યસ્ત રહ્યા રાજકીય પક્ષો
ચૂંટણીમાં ઓછા મતદાન પાછળ રાજકીય નિષ્ણાંતો અન્ય એક કારણ પણ જણાવી રહ્યા છે. જે મુજબ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ શહેરી વિસ્તારની સમસ્યાઓ પર ધ્યાન દેવાના બદલે પોત-પોતાનો જ પ્રચાર કર્યો છે. કોઈ પક્ષોએ સ્થાનિક સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો જ નથી, જે કારણે પણ મતદારોમાં ખાસી એવી નિરસતા જોવા મળી હોઈ શકે છે.
ADVERTISEMENT
ગત વખતે પાટીદાર આંદોલનની અસરના કારણે વધુ મતદાન થયું
2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર જોવા મળી હતી. આંદોલનની અસરના કારણે મોટી સંખ્યામાં પાટીદારો સામેથી મતદાન કરવા માટે બુથ પર પહોંચી રહ્યા હતા, જેના કારણે પણ મતદાનનું ટકાવારી વધી હતી. જ્યારે આ વખતે સરકાર વિરોધ પાટીદાર નેતાઓ હતા તે પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
ચૂંટણીનો માહોલ એક તરફી લાગતા મતદારોનો ઉત્સાહ ઘટ્યો
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું જ શાસન છે. ચૂંટણી પહેલા છેલ્લા બે મહિનાથી PM મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને માહોલ એક તરફી બનાવી દીધો છે. આવી સ્થિતિમાં મતદારોને પણ ફરી ભાજપ જ આવશે તેવો અહેસાસ થવા લાગ્યો એવામાં ચૂંટણીને લઈને મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા ન મળ્યો અને ઘણા મતદારોએ બુથ સુધી જવાનું ટાળ્યું હોય તેમ પણ રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
ADVERTISEMENT