VIDEO: સબ ઈન્સ્પેક્ટર લાંચ લઈ રહ્યા હતા, વિજિલન્સની ટીમને જોતા જ 4000રૂ. ચાવી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હરિયાણા: ફરિદાબાદમાં લાંચખોરીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ભેંસ ચોરીના મામલામાં કાર્યવાહી કરવા માટે ફરિયાદી પાસેથી સબ ઈન્સ્પેક્ટરે લાંચ માગી હતી. જોકે વિજિલન્સની ટીમ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ અધિકારીને રૂ.4000ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડી લીધા. હેરાની તો ત્યારે થઈ જ્યારે સબ ઈન્સ્પેક્ટરે વિજિલન્સની ટીમ સામે જ રૂપિયાને મોઢામાં નાખી દીધા. સાથે જ તેમની સાથે ધક્કા-મુક્કી કરી.

ચોરાયેલી ભેંસ શોધવા માટે લાંચ માગી
આ દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો. જાણકારી મુજબ સેક્ટર-3માં તહેનાત સબ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર પાલ વિરુદ્ધ વિજિલન્સની ટીમને ફરિયાદ મળી હતી કે તે ભેંસ ચોરીના મામલામાં કાર્યવાહી કરવા માટે પીડિત પાસેથી લાંચ માગી રહ્યા છે. વિજિલન્સની ટીમે તરત જ ત્યાં પહોંચીને સબ ઈન્સ્પેક્ટરને રૂ.4000ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડી લીધા.

ભેંસ શોધવા 15 હજાર માગ્યા હતા
ફરિયાદ શંભૂ નાથે જણાવ્યું કે તેના ઘરે મોડી રાત્રે કોઈએ ભેંસ ચોરી લીધી. બીજા દિવસે સોમવારે શંભૂ નાથ તેની ફરિયાદ લઈને સેક્ટર-3 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં ડ્યૂટી પર હાજર સબ ઈન્સ્પેક્ટર મહેન્દ્રએ કાર્યવાહી કરવા માટે તેની પાસે રૂ.15 હજારની માગણી કરી હતી.

ADVERTISEMENT

વિજિલન્સની ટીમ સામે જ નોટો ચાવી ગયો પોલીસકર્મી
જોકે બંને વચ્ચે રૂ.10 હજાર રૂપિયાની વાત થઈ હતી. જે બાદ શંભૂ નાથે પહેલા રૂ.4000 સબ ઈન્સ્પેક્ટરને આપ્યા. બાદમાં 2 હજાર આપ્યા. શંભૂ નાથે પોલીસકર્મીને જણાવ્યું કે તેની પાસે હવે પૈસા નથી તેમ છતાં મહેન્દ્રએ વધુ 4000 માગ્યા. આથી પરેશાન થઈને પીડિતે વિજિલન્સની ટીમને જાણ કરી હતી. આથી પૈસા સ્વીકારતા સમયે જ વિજિલન્સની ટીમ ત્યાં પહોંચી ગઈ, પરંતુ મહેન્દ્ર પૈસા ગળી ગયો. અધિકારીઓએ મોઢામાંથી નોટો બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો. હાલમાં તો આરોપી પોલીસની ધરપકડ કરી લેવાઈ છે અને તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT